Rajkot: પી.એમ. ઇન્ટર્નશિપ યોજનાનો લાભ મેળવવા ૧૨ માર્ચ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ શકશે

તા.૬/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
તાલીમ સમયગાળા દરમ્યાન પ્રતિ માસ રૂ. ૫ હજારનું સ્ટાઈપેન્ડ મળવાપાત્ર
Rajkot: ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા અમલીકૃત પી.એમ. ઇન્ટર્નશિપ યોજના અંતર્ગત યુવાનોને દેશની ટોચની ૫૦૦ કંપનીઓમાં ઈન્ટર્નશીપ કરવા માટેની તક મળે છે. આ યોજનાના બીજા તબક્કાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ૧૨ માર્ચ ૨૦૨૫ સુધી થઇ શકશે.
આ યોજનામાં ધો. ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડીપ્લોમાં તેમજ સ્નાતક પૈકી કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા ૨૧ થી ૨૪ વર્ષ વચ્ચેની વય ધરાવતા ઉમેદવારો તેમનું રજીસ્ટ્રેશન pminternship.mca.gov.in પોર્ટલ પર કરી શકે છે.
આ યોજના અંતર્ગત ઈન્ટર્નશીપમાં જોડાનાર યુવાનોને રૂ. ૬૦૦૦ તાલીમમાં જોડાવા સમયે એક વખત તેમજ ૧૨ માસના તાલીમ સમયગાળા દરમિયાન રૂ. ૫૦૦૦ પ્રતિ માસ મળવાપાત્ર છે.
આ યોજનામાં રજીસ્ટ્રેશન માટે ઉમેદવારોને કોઈ પણ માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટનો રૂબરૂ સંપર્ક કરવા કચેરીની યાદીમાં જણાવાયું છે.



