BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી મેળામાં દર્શનાર્થે આવતા માઈ ભક્તો માટે આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવા 11 જેટલી 108 એમ્બ્યુલન્સ 45 ના સ્ટાફ સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવશે

31 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો આવતી કાલ થી શરુ થઇ રહ્યો છે ત્યારે આ મેળા માં 35 લાખ ઉપરાંત દર્શનાર્થીઓ માત્ર સાત દિવસ માં આવવાની સંભાવના છે જયારે આટલી મોટી સંખ્યા માં મેળાવડો ભરાતો હોય ત્યારે આરોગ્ય સુખાકારી માટે રાજ્યસરકાર ની જીવંત રક્ષક કહી સકાય તેવી 108 મેડીકલ ઈમરજન્સી ,નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે ને બનાસકાંઠા જીલ્લા ના વહીવટી તંત્ર સાથે મળી માં અંબે ના દર્શને આવતા દર્શનાર્થીઓ ને કોઈ પણ ઘટના સમય ઈમરજન્સી નિવારવા 108 એમ્બ્યુલન્સ સેવા કટીબધ બની છે ને આ મેળા ના પગલે અંબાજી આજુબાજુ ના પહાડી વિસ્તાર માંથી પસાર થતા યાત્રિકો ની સેવા માટે 11 જેટલી 108 એમ્બ્યુલન્સ 11 જેટલા રૂટ ઉપર તારીખ 01 સપ્ટેમ્બર થી 07 સપ્ટેમ્બર સુધી અલગ અલગ વિસ્તાર માં મુકવામાં આવી છે ખાસ કરીને હૃદય રોગ પાણી માં ડૂબી જવાની કે પછી અકસ્માત ને અન્ય કોઈ પણ આરોગ્યલક્ષી સુવિધા માટે અંબાજી આવેલી 108 એમ્બ્યુલન્સ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યો હતો જેને લઇ યાત્રિકો ને પણ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાન માટે ની જાગૃતિ આવે ને જરૂર પડે તેનો ઉપયોગ લઇ સકાય તેવો આ રૂટ માર્ચ માં સંદેશો વહેતો કરાયો હતો અંબાજીમાં વહીવટીતંત્ર અને વિવિધ વિભાગ ના અધિકારીઓ દ્વારા ભાદરવી મેળાનું આયોજન થતું હોય છે અને તેમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવતા માઈ ભક્તોના આરોગ્ય ને ધ્યાનમાં રાખી ને EMRI GHS 108 દ્વારા અંબાજી અને તેની આજુબાજુ માં વિવિધ જગ્યાએ દૂર દૂર થી આવતા માઈ ભક્તોને આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળા દરમિયાન અલગ અલગ પ્રકારના ઈમરજન્સી કોલ આવતા હોય છે જેમ કે પ્રસુતિ ની પીડા, ( ટ્રોમા ) પડી જવા કે વાગવાથી , રોડ અકસ્માત ( એકસીડન્ટ) , શ્વાસ ની તકલીફ,તાવ, ચક્કર આવવા , ઝેરી જનાવર કરડવાના( પોઈઝનીગ ) , પેટમાં દુખાવા , મારામારી જેવા અનેક પ્રકારની મેડિકલ ઈમરજન્સીમાં અધતન સાધનો અને જરૂરી દવાઓ સાથે
૧) અંબાજી શક્તિધ્વાર
૨) અંબાજી ગબ્બર
૩) અંબાજી ડી કે સર્કલ
૪) ત્રિશુલિયા ઘાટ
૫) હાડદ
૬) દાંતા
૭) અડેરણ ચોકડી
૮) આંબાઘાંટા
૯) જલોત્રા
૧૦) વિરમપુર
૧૧) પાલનપુર
વિવિધ સ્થળોએ 11 જેટલી 108 એમ્બ્યુલન્સ અને તેના 45 જેટલા તાલીમ બધ્ધ EMT અને PILOT કર્મચારીઓ 24/7 નિ:શુલ્ક સેવા દ્વારા તાત્કાલીક સારવાર આપી ને લોકો ના જીવ બચાવશેતેમ પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારી તેમજ નિખીલ પટેલ એ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!