શ્રી પાલનપુર હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિભવન ખાતે સદવિચાર પરિવાર અમદાવાદનાં મુળ પાલનપુર વિધ્ધાયામંદિરમાં જ ભણેલાંસુપ્રસિદ્ધ ડોક્ટર અને લેખક એવા ડો પ્રફુલ્લ નાયક નો હસતા હસતા હરિ મળે “ ( stress Management of Senior Citizens) વિષય પર ખુબ જ રસપ્રદ વક્તવ્ય

31 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી પાલનપુર હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિભવન ખાતે સદવિચાર પરિવાર અમદાવાદનાં મુળ પાલનપુર વિધ્ધાયામંદિરમાં જ ભણેલાં સુપ્રસિદ્ધ ડોક્ટર અને લેખક એવા ડો પ્રફુલ્લ નાયક નો હસતા હસતા હરિ મળે ( stress Management of Senior Citizens) વિષય પર ખુબ જ રસપ્રદ વક્તવ્ય વૃધ્ધત્વનાં આરે ઊભેલા સિનિયર સિટિઝન નાં કેવી કેવી જાતનાં માનસિક સ્ટ્રેસ હોય છે અને માત્ર વિચારધારા બદલી કે સ્વભાવ બદલી બહુ જ સરળતાથી સ્ટ્રેસ માંથી કઇ રીતે દુર થઈ શકાય અને પ્રસન્નતા થી જીવી શકાય તે સચોટ ઉદાહરણો અને સરળ રીતે સમજાવ્યુ. બાદમાં આ વિષય પર પ્રશ્નોત્તરી થઈ. વડીલો, ટ્રસ્ટીઓ ઉપરાંત આ ગામના પ્રબુદ્ધ નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહી વક્તવ્ય ને માણ્યું હતું.જ્યારે સંસ્થા સાચા અર્થની સેવા કરી તેના આશયને સિદ્ધ કરી રહી છે. હજી વધુ સારી સેવા માટે એક અશક્ત આશ્રમ જેમાં લાચાર, બીમાર તેમજ અશક્ત વડીલો રહી શકે તેનું પણ ટૂંક સમયમાં નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સ્વ. શ્રી બચાણી અને ડો. પંડ્યા સાહેબ વગેરેના “કોઈ વડીલ લાચાર બની જીવે નહીં” તે સપનાને આજના આ સંસ્થાનાં ટ્રસ્ટીઓ શ્રી પ્રકાશભાઈ ગાંધી શ્રી રમેશભાઈ શાહ, ડૉ. મિહિર પંડ્યા, શ્રી કનુભાઈ અગ્રવાલ અને ડો. સુરેન્દ્ર ગુપ્તા ચરિતાર્થ કરી રહ્યા છે. જેમાં નગરજનોનો સતત સહકાર મળતો જ રહ્યો છે. ભવિષ્યમાં આવી કોઈ પણ કામ માટે એમની જરુર હોય તો પાલનપુર માટે સહર્ષ આવવાની ખાત્રી ડો પ્રફુલ્લભાઈએ આપી હતી. તસવીર -અહેવાલ દીપકભાઈ રાવલ




