DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ ખાતે મેન્સ્ટ્રુઅલ હાઈજીન અંતર્ગત આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું આયોજન

તા.૦૨.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ખાતે મેન્સ્ટ્રુઅલ હાઈજીન અંતર્ગત આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું આયોજન

દાહોદ તાલુકા તથા લીમખેડા તાલુકાના આરબીએસકે (RBSK) ટીમ તેમજ શિક્ષણ ખાતાના કર્મચારીઓના સહયોગથી સી.આઈ.એન.આઈ. (CINI) સંસ્થાના આયોજન હેઠળ દાહોદ કક્ષાએ અવંતિકા રિસોર્ટ ખાતે મેન્સ્ટ્રુઅલ હાઈજીન અંતર્ગત વિશેષ આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માનનીય જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન સાથે યોજાયો હતો. કાર્યક્રમમાં દાહોદ તથા લીમખેડા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ તેમજ શિક્ષણ ખાતાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બંને તાલુકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ તમામ કર્મચારીઓને મેડલ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જીલ્લા કલેકટર યોગેશ નિરગુડે,જિલ્લા આર.સી.એચ.ઓ. અધિકારી ડૉ. અશોક ડાભી તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભગીરથ બામણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આરોગ્ય, સ્વચ્છતા તેમજ મેન્સ્ટ્રુઅલ હાઈજીનના મહત્વ અંગે ઉપસ્થિતોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને સગર્ભા માતાઓ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમાં પોષણ, સ્વચ્છતા, ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી તેમજ માતા અને બાળકના આરોગ્ય અંગે વિસ્તૃત અને વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.આ પ્રકારના કાર્યક્રમો દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઈજીન તથા માતૃત્વ આરોગ્ય બાબતે જાગૃતિ વધે તેમજ આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બને તે દિશામાં આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હતો.

Back to top button
error: Content is protected !!