આગામી મકરસક્રાંતિ તહેવાર અનુસંધાને પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતીના સભ્યોની મિટીંગનુ આયોજન કરવા બાબત
ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ તા.૧૧/૦૧/૨૦૨૫ ના રોજ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નાયબ પોલીસ અધિક્ષક ગોધરા વિભાગ નાઓ તથા જિલ્લાના અન્ય પોલીસ અધિકારી શ્રીઓ તથા ગોધરા શહેરના શાંતિ સમિતીના સભ્યો તથા પતંગ દોરીનુ વેચાણ કરતા વેપારીઓની આગામી મકરસક્રાંતિ તહેવાર અનુસંધાને મિટીંગ રાખવામાં આવેલ.આ શાંતિ સમિતીની મિટીંગમા મકરસંક્રાંતિ ના તહેવાર માં ધાબા ઉપર મોટા અવાજે વાગતા લાઉડ સ્પીકર ઉપર કોઇની ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો નહી વગાડવા માટે તેમજ ચાઇનીઝ દોરી, તુક્કલ, લોન્ચર, ચાઇનીઝ લેન્ટરનુ ખરીદ,વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોય અને ચાઇનીઝ દોરાથી રાહદારીઓને અને પશુપક્ષીઓને થતા ગંભીર નુકશાન કે જાનહાની અટકાવવા સારૂ તેમજ દોરી પીવડાવવાના રંગમાં કાચનો ઉપયોગ ન કરવા તેમજ વિજવાયરોની આજુબાજુમા પતંગો નહી ચગાવવા તેમજ શહેરમાં શાંતી અને ભાઇચારો જળવાઇ રહે તેમાટે જરૂરી સુચનો કરવામાં આવેલ.