
તા. ૦૨. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:મહાકાલ ની પાવન નગરી અને શિપ્રા નદી ના કીનારે સવા અગીયાર લાખ ચિંતામણી પાથિવૅ પુજન રુદ્રાભિષેક નુ આયોજન
દાહોદ પ્રવિત્ર શ્રાવણ માસ મા પરમાધ્યક્ષ શ્રી ટીલા દ્વારા ગાધાચાયૅ મંગલપીઠાધીશ્ચર શ્રી.શ્રી ૧૦૦૮ શ્રી માધવાચાયૅજી મહારાજ દ્વારા મધ્ય પ્રદેશના ઉજજૈન ખાતે આવેલ શ્રી હજારી હનુમાનજી મંદિર મકસી રોડ પવાસા મુકામેવિશ્ર્વ શાંતિ તથા માનવ કલ્યાણ માટે સવા અગયાર લાખ ચિંતા મણી પાથિવ પૂજન રુદ્વાભિષેક મહાયજ્ઞ નુ વિશાળઆયોજન કરવામાં આવ્યું છે આ અંગેની વિસ્તૃત માહિતી આપતા રામજી મંદિર દાહોદ અને રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ એ જણાવ્યું કે તારીખ ૦૭ મી ઓગસ્ટ.૨૦૨૪ થી ચાલનારા આ કાયૅક્રમ ની તારીખ ૧૩ મી ઓગસ્ટ ના રોજ પૂણૉહૂતિ કરવામાં આવશે આ કાયૅક્રમ મા સમગ્ર ભારતમાંથી વિવિધ અખાડા ના મંહતો.સાધુ સંતો.તમામ ખાલસા ઓ ના મંહતો ત્યાગી. તપસ્વીઓ સંતો મહાત્માઓ ઉપસ્થિત રહેનાર છે આ તારીખ દરમિયાન વિવિધ ધાર્મિક કાયૅક્રમો પણ થનાર છે ભક્ત શ્રધ્ધાળુઓ ને આ કાયૅક્રમ મા વધુ ને વધુ વ્યક્તિ ઓ લાભ લે તે માટે ની અપીલ કરવામાં આવી છે





