GUJARATKHERGAMNAVSARI

ખેરગામ કોલેજના છાત્રો માટે ઉકાઈ ડેમ અને સોનગઢ ફોર્ટ શૌક્ષણીક પ્રવાસનું આયોજન                             

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ કોલેજમાં શૈક્ષણિક તથા વ્યાવહારિક વિકાસને ધ્યાનમાં રાખીને એક સુવ્યવસ્થિત અને જ્ઞાનવર્ધક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે. કે પેપર મિલ, સોનગઢ ઉકાઈ ડેમ અને સોનગઢ ફોર્ટ જેવા સ્થળ રાખવામાં આવ્યા હતા. આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આધારિત અભ્યાસ સાથે વાસ્તવિક પરિસ્થિતિઓનો સીધો અનુભવ કરાવવાનો હતો, જેથી તેમનો અભ્યાસ વધુ જીવંત અને અર્થસભર બની શકે.પ્રવાસના પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓએ ઉકાઈ ડેમની મુલાકાત લીધી.અને બીજા તબક્કામાં વિદ્યાર્થીઓએ જે. કે પેપર મિલની મુલાકાત લીધી. હતી. જે. કે. પેપર મિલની સ્થાપના ઉદ્યોગ વિકાસ અને રોજગાર સર્જનના હેતુથી કરવામાં આવી હતી. આ અનુભવથી વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ જગત અંગેની સમજ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવાઈ.આ શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક, અનુભવ સભર અને પ્રેરણાદાયક સાબિત થયો. આવા પ્રવાસો દ્વારા વિદ્યાર્થીઓમાં નિરીક્ષણ શક્તિ, પ્રશ્નોત્તરી દૃષ્ટિ અને પ્રાયોગિક સમજ વિકસે છે, જે તેમના ભવિષ્યના અભ્યાસ અને કારકિર્દી માટે ઉપયોગી બની રહે છે.સમગ્ર પ્રવાસ કોલેજના પ્રાધ્યાપકો અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ શિસ્તબદ્ધ તથા સલામત રીતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!