HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ શહેરી વિસ્તારમાં યુવતી ની લાજ લુંટવાનો પ્રયાસ – 2 સામે ફરિયાદ

હળવદ શહેરી વિસ્તારમાં યુવતી ની લાજ લુંટવાનો પ્રયાસ – 2 સામે ફરિયાદ.. રીપોર્ટર વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ શહેરમાં રહેતી એક યુવતી પોતાના ઘર તરફ જવા માટે પસાર થઈ રહી હતી તે દરમિયાન બે શખ્સો બાઈક લઈને આવ્યા અને એક શખ્સે શખ્સે યુવતીનો હાથ પકડી અને બીજા શખ્સે યુવતીના શરીરને સ્પર્શ કરી લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ યુવતીએ દેકારો કરતા તેનો ભાઈ આવી ગયો હતો. જ્યારે આરોપીઓએ યુવતીના ભાઈને મુંઢમાર મારી તેમજ યુવતીને ગાળો આપી ઢીકાપાટુનો પાર માર્યો હતો. જેથી કરીને બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાતા આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


હળવદ શહેરમાં એક યુવતી શેરીમાંથી પસાર થઈ રહી હતી અને તે દરમિયાન એકલતાનો લાભ લઈ અસબાજ મયુરદીન ફકીર અને અકબર ઉર્ફે કાળો સરફરાજ માણેકીયા રહે.બન્ને ભવાનીનગર ઢોરા વાળાએ યુવતી પસાર થઈ રહી હતી. ત્યાં બાઈક લઈને આવ્યા અને એક શખ્સે યુવતીનો હાથ પકડ્યો અને બીજા શખ્સે યુવતીના શરીરને સ્પર્શ કરી લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે યુવતીએ દેકારો કરી મુકતા તેનો ભાઈ ત્યાં આવી ગયો હતો અને જે વચ્ચે પડતા બન્ને શખ્સોએ યુવતી અને યુવતીના ભાઈને ગાળો આપી માર માર્યો હતો. જેથી કરીને હળવદ પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!