SIS SSCI સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે કુલ: 300 જગ્યાની ભરતી શિબિરનું આયોજન
જવાન રજીસ્ટ્રેશન ફી.રૂ.૩૫૦ ઓનલાઈન રહેશે

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર
ભારત સરકાર અને ગુજરાત સરકારના નીતી નિયમ મુજબ કાયમી નિમણૂક ૬૫ વર્ષ સુધી મહેસાણા જિલ્લા તેમજ આજુબાજુના જિલ્લાના વ્યક્તિઓ માટે Sis SSCI સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે કુલ ૩૦૦ જગ્યાની ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી અંતર્ગત ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લા તેમજ આજુ બાજુના જિલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવશે.
જેમાં SIS ના ભરતી અધિકારી જણાવે છે કે ઊંચાઈ. ૧૬૭.૫ વજન ૫૬ કે ૫૮ KG અને અભ્યાસ ધોરણ:-૧૦ પાસ અથવા ફેલ, ૧૨ પાસ ગ્રેજ્યુએટ વિગેરે અને પગાર ૧૫૦૦૦ થી ૨૦૦૦૦સુધી સુરક્ષા જવાન માં PF ESI medical. પેન્શન સમય સમયમાં પ્રમોશન ગ્રેજુટી અને દર વર્ષે પગાર વધારો જેવા અનેક સુવિધા મળવા પાત્ર છે. જવાન રજીસ્ટ્રેશન ફી.રૂ.૩૫૦ ઓનલાઈન રહેશે. પગાર સાથે ભારત સરકાર અને ગુજરાત સરકારના નીતી નિયમ મુજબ ૧૫૦૦૦ આપના પગાર સાથે ખાતામાં પાસ થનાર ઉમેદવારને RTA ગાંધીનગર ખાતે ટ્રેનીંગ પૂર્ણ કર્યા પછી મેટ્રો સ્ટેશન, બુલેટ ટ્રેન, એરપોર્ટ, બેંક ,એટીએમ, આંતરરાષ્ટ્રીય કપની , રિલાયન્સ કેડિલા મારુતિ સુઝુકી તેમજ અન્ય સંસ્થાઓ વિગેરે પોસ્ટિંગ આપવામાં આવે છે, જેમાં બીજી માહિતી રૂબરૂ આપવામાં આવશે.
આ ભરતી અંતર્ગત ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ તાલુકા પંચાયત વડનગર, ૧૭/૦૧/૨૦૨૬ ના રોજ તાલુકા પંચાયત સતલાસણા, ૧૮/૦૧/૨૦૨૬ ના રોજ તાલુકા પંચાયત મહેસાણા, ૧૯/૦૧/૨૦૨૬ ના રોજ તાલુકા પંચાયત કડી, ૨૦/૦૧/૨૦૨૬ ના રોજ તાલુકા પંચાયત જોટાણા, ૨૧/૦૧/૨૦૨૬ ના રોજ તાલુકા પંચાયત બેચરાજી, ૨૨/૦૧/૨૦૨૬ ના રોજ તાલુકા પંચાયત વિજાપુર ખાતે સવારે ૧૦:૦૦ થી ૪:૦૦ કલાક સુધી સુરક્ષા જવાનની ભરતીનું આયોજન કરેલ છે.




