“શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનૅશનલ ટેક્નો સ્કૂલ, ગોધરા ખાતે સંસ્કૃત ગરબાનું આયોજન

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલ ગોધરામાં સંસ્કૃત ભારતી પંચમહાલ અને ભારત વિકાસ પરિષદ ગોધરાના સહયોગથી 12મી ઓક્ટોબરે સંસ્કૃત ગરબાનું આયોજન લોકોમાં દેવ ભાષા સંસ્કૃત વિશે જાગૃતિ ફેલાવવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત રાવણ દહન, શાસ્ત્ર પૂજા અને સંસ્કૃત ગરબાથી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ના સંતો ગોધરાના ધારાસભ્ય સી કે રૌલજી, હિમાંશુ સોલંકી એસપી પંચમહાલ, જયેશ ચૌહાણ પ્રમુખ ગોધરા નગરપાલિકા અને શ્રી પીડી જેતાવત એસડીએમ ગોધરા, શ્રી મદન મોહન સિંઘ એમડી એસએસજીઆઈટીએસ સહિત અન્ય અતિથીઓ ઉપસ્થિત રહ્યા.
ગોધરાના લોકોએ ઉત્સાહભેર ગરબામાં ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય ખેલૈયાઓને ટ્રોફી અને ભેટોથી નવાજવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભવ્ય રીતે સફળ રહ્યો હતો.





