
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસા ટાઉન હોલ ખાતે સ્થળાંતરીત શ્રમિકો માટે ખાસ SIR કેમ્પનું આયોજન
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્થળાંતરીત મતદારોને મતદાનનો અધિકાર સુનિશ્ચિત કરવા માટે મોડાસા ટાઉન હોલ ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આજ રોજ યોજાયેલા આ કેમ્પમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મજૂરી અર્થે આવતા શ્રમિકોને SIR સંદર્ભે EF (ગણતરી ફોર્મ) ભરવામાં સરળતા અને સગવડતા પૂરી પાડવામાં આવી. આ કેમ્પનો મુખ્ય હેતુ સ્થળાંતરીત શ્રમિકોને તેમના વર્તમાન સ્થળે જ મતદારયાદીમાં નામ નોંધાવવાની સુવિધા આપવાનો છે.કેમ્પમાં મોટી સંખ્યામાં શ્રમિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને પોતાના નામની નોંધણી કરાવી. ચૂંટણી તંત્રના BLO એ શ્રમિકોને ફોર્મ ભરવા, જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને અન્ય તકનીકી મદદ પૂરી પાડી. આ ઉપરાંત, મતદારયાદીમાં નામ ઉમેરવા, સુધારા કરવા તેમજ ડિલીટ કરવા સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.સ્થળાંતરીત શ્રમિકો એ લોકશાહીનો મહત્વનો હિસ્સો છે. તેમને મતદાનનો અધિકાર મળે તે માટે આવા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દ્વારા અમે શ્રમિકોની સમસ્યાઓને સમજીને તેમની મતદાર નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવી છે.આ કેમ્પના આયોજનથી શ્રમિક વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે ચૂંટણી તંત્રની આ પહલની સરાહના કરી હતી.




