DAHODGUJARAT

ઝાલોદ વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદના સંયુક્ત ઉપક્રમે સ્વેચ્છિક રકતદાન શિબિરનું આયોજન

તા.૧૮.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod :ઝાલોદ વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદના સંયુક્ત ઉપક્રમે સ્વેચ્છિક રકતદાન શિબિરનું આયોજન વસંત મસાલા ખાતે કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરનું આયોજન વસંત મસાલા ના સંશોધક બાપુલાલ ભંડારીની પુણ્ય સ્મૃતિ અંતર્ગત યોજવામાં આવેલ હતું વસંત મસાલાના કમ્પાઉન્ડ હોલમાં રક્ત દાન શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું રક્તદાન શિબિર નો લાભ વસંત મસાલા ના સ્ટાફ મેમ્બરો તથા નગરજનોએ લીધો હતો વસંત મસાલા તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી રક્ત દાતાઓને આકર્ષક ગિફ્ટ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા તરફથી સહમંત્રી સાબીર શેખ બ્લડ બેંક કેમ્પ ઓર્ગેનાઇઝર એન.કે.પરમાર મુકુન્દરાય કાબરાવાલા રજનીકાંત મોદી ડોક્ટર બનોદીયા તેમજ રેડક્રોસનો સ્ટાફ તથા વસંત મસાલા નો સ્ટાફ હાજર રહ્યો હતો

Back to top button
error: Content is protected !!