ARAVALLIBHILODAGUJARAT

સામુહિક આરોગ્ય કેન્દ્ર –શામળાજી ખાતે ગર્ભાશયના મુખના કેન્સરનું VIA પધ્ધતિથી તપાસ કેમ્પનું આયોજન કરવામાં

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

સામુહિક આરોગ્ય કેન્દ્ર –શામળાજી ખાતે ગર્ભાશયના મુખના કેન્સરનું VIA પધ્ધતિથી તપાસ કેમ્પનું આયોજન કરવામાં

માનનીય કલેકટર સાહેબ અને માનનીય જીલ્લા વિકાસ અધિકારી સાહેબ અરવલ્લી,મોડાસાના માર્ગદર્શન અને સુચના અન્વયે મહિલાઓમાં ગર્ભાશયના મુખ,સ્તન અને મોંઢાના કેન્સરની પ્રાથમિક આરોગ્ય તપાસણી તથા આ બાબતે મહિલાઓમાં જાગૃતતા લાવવા માટે જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે મહિલા રોગ નિદાન કેમ્પોનું આયોજન કરવાના ભાગરૂપે સામુહિક આરોગ્ય કેન્દ્ર –શામળાજી ,તા-ભિલોડા ખાતે ગર્ભાશયના મુખના કેન્સરનું VIA પધ્ધતિથી તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જે અંતર્ગત માનનીય જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી, તાલુકા પંચાયત સદસ્ય વિમળાબેન ભગોરા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , અધિક જિલ્લા આરોગ્ય અધિકારી  ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું. આ કેમ્પ માં ૩૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં ગર્ભાશયના મુખ,સ્તન અને મોંઢાના કેન્સર તથા ડાયાબીટીસ અને હાયપરટેન્શન જેવા રોગોની તપાસણી કરવામાં આવેલ.

સા.આ.કેન્દ્ર-શામળાજીના અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસર ભિલોડા દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરેલ હતું. આ કેમ્પ માં સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા મહિલાઓની ઉપરોકત બાબતે આરોગ્ય તપાસણી કરવામાં આવેલ હતી.હાજર તમામ મહિલાઓને બિન ચેપી રોગોના નિયંત્રણ અને મહિલાઓમાં ગર્ભાશયના મુખ,સ્તન અને મોંઢાના કેન્સર વિશે જાણકારી આપી હતી. સમાજમાં મહિલાઓને VIA થી નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં ગર્ભાશયના મુખના કેન્સરની નિ:શુલ્ક પ્રાથમિક તપાસણી કરાવવાનો લાભ લેવા માટે તેમજ આ બાબતે સમાજમાં જન જાગૃતિ ફેલાય તે બાબતે સંદેશો આપવા જણાવેલ હતું.આ કેમ્પમાં આશા બહેનો, આંગણવાડી બહેનો,તેડાઘર બહેનો તથા અન્ય લાભાર્થીઓ સાથે મળી કુલ- ૨૩૧ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ, માન.અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા શામળાજી હોસ્પિટલના ટ્રસ્ટી  કપિલભાઈ વ્યાસ દ્વારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતુ

Back to top button
error: Content is protected !!