GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લાના લોકોમાં નવા ફોજદારી કાયદાઓ અંગે જાગૃતિ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

સુરક્ષા સેતુ સોસાયટી પંચમહાલ દ્વારા આયોજિત ચિત્ર, ઓડિયો અને વીડિયો સ્પર્ધામાં વિજેતાને બિરદાવવામાં આવશે

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

*પંચમહાલ, શુક્રવાર ::* ભારત સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ અને ભારતીય સાખ્ય અધિનિયમ ૨૦૨૩ અંગે પંચમહાલ જિલ્લાના નાગરિકોમાં જાગૃતિ લાવવા અને તેમને આ કાયદાઓની મુખ્ય જોગવાઈઓથી માહિતગાર કરવા માટે સુરક્ષા સેતુ સોસાયટી પંચમહાલ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ કાયદાઓની થીમ પર આધારિત ચિત્ર સ્પર્ધા, ઓડિયો સ્પર્ધા અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધા તા. ૧૫/૦૬/૨૦૨૫ સુધી ચાલશે, જેમાં પંચમહાલ જિલ્લાના રસ ધરાવતા નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ શકશે. ભાગલેનાર સ્પર્ધકોએ નવા ફોજદારી કાયદાઓની સમજણ અને તેના મહત્વને ઉજાગર કરતા ચિત્રો, ઓડિયો ક્લિપ્સ અથવા વીડિયો કન્ટેન્ટ બનાવવાના રહેશે. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા ચિત્રોને પ્રથમ, દ્રિતીય અને તૃતીય ને ક્રમશઃ ૫૦૦૦, ૩૦૦૦, અને ૨૦૦૦; ઑડિઓ ક્લિપને ૧૫૦૦૦, ૧૦૦૦૦ અને ૫૦૦૦ જ્યારે વીડિયોને ૨૦૦૦૦, ૧૫૦૦૦ અને ૧૦૦૦૦ રોકડ ઇનામ આપવાં આવશે.

સ્પર્ધકો પોતાની કૃતિને સ્પર્ધાના આયોજકો દ્વારા જાહેર કરાયેલા ઈ-મેલ એડ્રેસ sp-pan@gujarat.gov.in પર ઈ-મેલમાં નામ, સરનામું અને મોબાઈલ ફોન નંબર સહિત મોકલવાનું રહેશે. આ સાથે વધુ માહિતી માટે (૦૨૬૭૨ – ૨૪૨૫૦૪) પર સંપર્ક કરવા અને જિલ્લાના વધુને વધુ લોકો સહભાગી થવા માટે પોલીસ અધિક્ષકની કચેરી, પંચમહાલની એક યાદીમાં જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!