GODHARAGUJARATPANCHMAHAL

ગોધરા:- કોલેજ ખાતે એનએસએસ નો orientation કાર્યક્રમ યોજાયો

150 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજરોજ એનએસએસ વિભાગ દ્વારા અને સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરવા માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડો અરુણસિંહ સોલંકી સાહેબે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પોતાના કી નોટ વક્તવ્ય દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજમાં બે વર્ષ એનએસએસમાં પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટી નું સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ડો એમ બી પટેલ સાહેબ આચાર્યશ્રી સૌને આવકાર્યા હતા તેમ જ પ્રોગ્રામની શુભેચ્છાઓ પાઠવી હતી. ડો અરુણસિંહ સોલંકી સાહેબે પોતાની આગવી છટામાં એનએસએસ નું મહત્વ સમજાવી અને દેશ પ્રેમ કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન હેપ્પી વણઝારા એ કર્યું હતું જ્યારે આયોજન ગ્રુપ લીડર રુચિતાબેન કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. ડો રૂપેશ એન નાકર દ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક માહિતી અપાઈ હતી. હંસાબેન ચૌહાણ એ સૌને શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. આભાર વિધિ કોલેજના ગૌતમભાઈ ચૌહાણ એ કરી હતી.

Back to top button
error: Content is protected !!