GUJARATJUNAGADHMALIYA HATINA

હિટવેવના પગલે માળીયાહાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ઓઆરએસ કોર્નર શરૂ કરવામાં આવ્યા

હિટવેવના પગલે માળીયાહાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ઓઆરએસ કોર્નર શરૂ કરવામાં આવ્યા

જૂનાગઢ જિલ્લામાં હીટવેવથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તત્પરતા પૂર્વક પગલાં લેવાઈ રહ્યા છે.માળિયા તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જૂનાગઢ તથા તાલુકા આરોગ્ય અધિકારી માળિયાના માર્ગદર્શન હેઠળ લોકજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ અભિયાન અંતર્ગત તાલુકાની વિવિધ શાળાઓ, આંગણવાડીઓ, મામલતદાર કચેરી, બસ સ્ટેન્ડ, કાર્યસ્થળો તથા કન્સ્ટ્રકશન સાઇટો સહિતની સ્થળોએ ઓ.આર.એસ પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ વૃદ્ધ નાગરિકો, સગર્ભા બહેનો તથા બાળકોને ખાસ આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. માળીયામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ‘ઓઆરએસ કોર્નર’ ઊભા કરવામાં આવ્યા છે – જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ આયુષ્યમાન ભારત હેલ્થ અને વેલનેસ સેન્ટર્સ (પેટા આરોગ્ય કેન્દ્રો) પણ શામેલ છે. આ કોર્નરોમાં તાત્કાલિક ઉપયોગ માટે ઓ.આર.એસ પાઉચો ઉપલબ્ધ કરાવામાં આવ્યા છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!