મહીસાગરના કડાણાના ખરોડ ગામે મહિલા સભા અને ગ્રામસભા દ્વારા ‘અમારું ગામ, અમારું વિઝન’ વિલેજ એક્શન પ્લાન ઘડાયો
***
અમીન કોઠારી મહીસાગર
બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષ નિમિત્તે, 2 ઓક્ટોબર 2024ના રોજ ભારત સરકાર દ્વારા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે આ અભિયાનના ભાગરૂપે ‘આદિ કર્મયોગી અભિયાન’ પણ શરુ કરવામાં આવ્યું.આ અભિયાન અંતર્ગત ભારતના 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 549 જીલ્લાઓ 63,843 ગામો અને 5 કરોડ જેટલી આદિવાસી વસ્તીને આવરી લેવામાં આવી છે.આ અભિયાન અંતર્ગત ગુજરાતના 15 જીલ્લાઓ, 94 બ્લોક્સ/પૉકેટ અને 4245 આદિવાસી ગામો સમાવેશ કરવામાં આવ્યો છે.
હાલ મહીસાગર જિલ્લામાં ચાર તાલુકા સંતરામપુર, કડાણા, લુણાવાડા અને ખાનપુરના 189 ગામોમાં દરેક ગામ માટે 2030 સુધીનો વિજન તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત સીએસઓ ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી દરેક ગામના વિલેજ એક્શન પ્લાન @2030 બનાવવામાં સહયોગ કરી રહી છે. દરેક ગામમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેના ભાગરૂપે આજે કડાણા તાલુકાના ખરોડ ગામે મહિલા સભા અને ગામસભા યોજી “અમારું ગામ, અમારું વિઝન”વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
ગામના વિકાસની ખૂટતી કડીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ટ્રાન્જેક વોક દ્વારા આગામી વિકાસ કાર્યોના સ્થળ નિરીક્ષણ પણ ગામલોકો દ્વારા કરવામાં આવ્યું હતું. આગામી 2જી ઓકટોબરે યોજાનાર ખાસ ગ્રામસભામાં આ વિઝન 2030ના પ્રસ્તાવિત કામો અંગે ઠરાવ પણ કરવામાં આવનાર છે.
સરકારના વિવિધ અધિકારીઓ ગામ સાથે મળીને આદિવાસી સમુદાયની દૃષ્ટિથી કામ અને સમૂહને સમજવા માટે આ અભિયાન ખૂબ ઉપયોગી બની રહ્યું છે. આદી કર્મયોગી અભિયાન ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવતું એક અભિયાન છે. ગ્રામ ઉથ્થાનથી વિકસિત ભારત સુધીના સંકલ્પને સાકાર કરવાનો આ પ્રયાસ છે. દરેક ગામને “આદી સાથી” અને “આદી સહયોગી” સાથે જોડીને ગામનું વિઝન 2030 તૈયાર કરવામાં આવશે.
આ પ્રક્રિયા ગામના સ્થાનિક ખૂટતી કડીઓને જોડીને વિકાસની નવી દિશા આપશે. આદિવાસી વિસ્તારના દરેક આ અભ્યાન અંતર્ગત ગામ માટે 2030 સુધીનો વિલેઝ એક્શન પ્લાન સરપંચ, ગામના આગેવાન ભાઈ-બહેનો, સ્થાનિક આગેવાનો, ગ્રામ્ય સ્તરના અધિકારી,કર્મચારી અને સ્વૈચ્છિક સંસ્થા સાથે મળીને તૈયાર કરવામાં આવે છે. જે વિક્સિત ભારત @2047 સુધી આદિવાસી વિસ્તાર માટે ઉપયોગી થઇ શકે