સરીયદ ખાતે શ્રી ઠાકર મહારાજ તથા શ્રી સધી માતાજીના મંદિરે વૃક્ષારોપણ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ.

સરીયદ ખાતે પ્રજાપતિ (સમસ્ત ઉંઝિયા) સમાજના શ્રી સધી માતાજીની પધરામણી સમસ્ત ઉંઝિયા પરિવાર પ્રજાપતિ સમાજના ભાઈઓ સાથે મળી સવંત ૨૦૬૦ ના અધિક શ્રાવણ સુદ-૯ ને સોમવાર તા.૨૬/૦૭/૨૦૦૪ ના રોજ પ્રતિષ્ઠા કરેલ જ્યારે ઠાકર મહારાજની પ્રતિષ્ઠા સવંત ૨૦૬૧ ના ચૈત્ર સુદ-૯ ને સોમવાર તા.૧૮/૦૪/૨૦૦૫ ના રોજ ધામધૂમ થી પ્રતિષ્ઠા કરેલ જે જગ્યા ઉજળવન જેવી હતી ત્યાં અઢળક વિકાસ થયો છે ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે પૂર્વસરપંચ ભરતભાઈ જોષી ની ઉપસ્થિતિમાં પસાભાઈ પ્રજાપતિ જુનાડીસા,કસલપુરા પૂર્વ સરપંચ સોમાભાઈ ઊંઝિયા,માર્કેટયાર્ડ વહેપારી એસોશિએશનના મંત્રી એવમ શ્રી સધી માતાજીના
ભુવાજી રાજુભાઈ એસ. પ્રજાપતિ,ભરત એમ. ઊંઝિયા કસલપુરા,રોહિતભાઈ પ્રજાપતિ પાટણ,અલ્પેશ પ્રજાપતિ આસેડા, સહિત પ્રજાપતિ સમાજના ઉંઝિયા પરિવારના ભાઈઓના વરદ હસ્તે મંદિરના મેદાનમાં અંદાજે ૨૦૦ થી પણ વધુનું વૃક્ષારોપણ કરી ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવ્યો હતો ત્યારે મંદિર ના પૂજારી અલ્કેશભાઈ પ્રજાપતિ એ દરેકનો આભર માન્યો હતો.અને વૃક્ષોનું જતન કરવા માટે સમયાંતરે પધારવા આહવાન કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા





