
તાહિર મેમણ – ડેડીયાપાડા – 07/11/2025 – રાજપીપળાથી દેડિયાપાડાને જોડતાં માર્ગને ભારદારી વાહનો માટે બંધ કરતાં વેપારીઓમાં આક્રોશ રાજપીપળાથી દેડિયાપાડાને જોડતાં માર્ગને ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવતાં વેપારીઓમાં રોષ ફેલાયો છે. દેડીયાપાડાથી રાજપીપળા જવા માટે મોવી યાલ ગામ વચ્ચે હાલ બ્રિજ બનવા જઈ રહ્યો છે.વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું છે.પરંતુ ભારે વાહનોના પ્રવેશ બંધનુ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતા દેડિયાપાડાના વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે.ભારદારી વાહનોને હાલ વાયા નેત્રંગ થઇને 30 કીમીથી વધારાનો ફેરાવો થઇ રહયો છે. આ માર્ગને ભારદારી વાહનો માટે શરૂ કરવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
રાજપીપળાથી દેડિયાપાડા અને ડેડિયાપાડા ખાતે આ મુદ્દે વેપારીઓ ભેગા થયા હતા અને તંત્ર પ્રત્યે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ મુદ્દે વેપારીઓ દેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા જવાના છે એવું પણ જાણવા મળ્યું છે. યાલ ગામ પાસે ડાયવર્ઝનના જાહેરનામાં મુદ્દે વેપારીઓએ એક સુરે જણાવ્યું હતું કે અધિકારીઓ કોઈની વાત સાંભળવા તૈયાર નથી, એમને એવું લાગે છે કે અમે જ સરકાર છે.
બસ ચાલુ ન થાય એટલે વિદ્યાર્થીઓને તકલીફ તો બીજી બાજુ જેની પાસે આવવા જવા માટે કોઈ સાધન નથી, ઘરડા માણસો જો બીમાર પડે તો એમને અગવડ પડે છે.કોઈ પણ બ્રિજ ક્ષતિગ્રસ્ત હોય તો એને સરકારી ચોપડે નોંધવો પડે તો આ બ્રિજ ક્ષતિ ગ્રસ્ત છે કે કેમ એની નોંધણી થઈ છે કે કેમ એ મોટો પ્રશ્ન છે.હજુ ડાયવર્ઝનના બન્યું અને જાહેરનામું બહાર પાડી દીધું.નેત્રંગ ડેડિયાપાડા નેશનલ હાઈવે પર બેડા કંપની સૈજપુર વચ્ચે કરજણ નદી પર આવેલ પુલ પણ 6 મહિનાથી બંધ કરાયેલો છે.




