માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભ લેવા ઓનલાઈન અરજી બાબત
*માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભ લેવા ઓનલાઈન અરજી બાબત*
*****
માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભ લેવા લાભાર્થીઓએ ઈ-કુટીર પોર્ટલ ( www.e-kutir gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવા માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધારકાર્ડ, રેશનકાર્ડની પ્રથમ પાનાની તથા બીજા પાનાની પ્રમાણિત નકલ જેમાં આપના નામનો સમાવેશ થયેલ હોય, ઉમરનો પુરાવો(ચૂંટણી કાર્ડ/પાન કાર્ડ/ આધાર કાર્ડ/ જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક) ગ્રામ્ય વિસ્તાર BPLનો દાખલો (સ્કોર નંબર ૦ થી ૧૬) સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ/આવકનો દાખલો ( સરકારશ્રી દ્વારા આધિકૃત કરેલ અધિકારીઓ)સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ, ઈ-શ્રમ કાર્ડ અને જાતિનો દાખલા સહિતના ડોક્યુમેન્ટ સાથે પોર્ટલ ઉપર વિના મૂલ્યે ઓનલાઈન અરજી કરવાની રહેશે. યોજના સંબંધિત કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો જિલ્લા ઉધોગ કેન્દ્ર સાબરકાંઠાનો સંપર્ક સાધવાનો રહેશે.યોજનાની પાત્રતા ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની રહેશે. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં હોવો ફરજીયાત છે. એમ જનરલ મેનેજર,જિલ્લા ઉદ્યોગ, સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે