
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
તાલુકા કક્ષાની શાળાકીય રમત સ્પર્ધાનું આયોજન ગીતા મંદિર શાળા, પાટી (ખેરગામ) ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જનતા માધ્યમિક શાળા, ખેરગામના વિદ્યાર્થીઓએ વિવિધ રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે.પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ:હળપતિ ધરા હિરેનભાઈ: 40 મીટર દોડ, લાંબી કુદ રાઠોડ ધનુશ્રી જીતુભાઈ: ચક્રફેંક, ગોળાફેંક પટેલ શિવાની વિજયભાઈ: ચક્રફેંક બરફ જેનિયલ લાછીયાભાઈ: ગોળાફેંક રવિદાસ વિઠ્ઠલભાઈ કુંવર: 800 મીટર દોડ વિણાલ ચૈન્દ્રાભાઈ નિળાર: 400 મીટર દોડ વંશ શુકકરભાઈ જોગારી: 100 મીટર દોડ, ચક્રફેંક મોકાશી રણજીતભાઈ દેવજીભાઈ: ચક્રફેંક, ગોળાફેંક, હેમર થ્રો અવિનાશ કનુભાઈ ચાવરા: ભાલાફેંક પ્રિન્સ સતીશભાઈ બીજ: ઊંચી કુદ પટેલ નિતકુમાર રાકેશભાઈ: 1400 મીટર દોડબીજું સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ:પટેલ જાનવી સુમનભાઈ: ગોળાફેંકકસારા રાજવી સુભાષચંદ્ર: 400 મીટર દોડધરા હિરેનભાઈ હળપતિ: લાંબી કુદ જીયા કિરણભાઈ આહિર: 100 મીટર દોડ અલૂક દાનિયેલ રાઉત: 600 મીટર દોડ યસ શુકકરભાઈ જોગારી: લાંબી કુદવિશાલ ચંદ્રા નિંબાર: હેમર થ્રોતૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ:રવિન્દ્ર દેવરામ રંથડ: 200 મીટર દોડજીયા કિરણભાઈ માહિર: 200 મીટર દોડવિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ પટેલ અને સમગ્ર શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. માર્ગદર્શન માટે રમતગમતના શિક્ષકશ્રી કેતનભાઈ સી. પટેલનો પણ ખાસ અભિનંદન કરવામાં આવ્યો હતો.



