અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ખેલ મહાકુંભ 2024ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં એકલવ્ય મોડેલ સ્કૂલ મેઘરજના બાળકોનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન
સ્પોર્ટસ એથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી રમતવીરો માટે યોજાતા ખેલ મહાકુંભની શરૂઆત આ વર્ષ માટે પણ થઈ ચૂકી છે. જેમાં અરવલ્લી જિલ્લના રમતવીરો પણ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે.
આ વર્ષે અરવલ્લી જિલ્લાની એકલવ્ય મોડેલ સ્કૂલ મેઘરજના બાળકો દ્વારા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું છે.જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કબ્બડ્ડીમાં પ્રથમ નંબર(ગોલ્ડ મેડલ). જિલ્લા કક્ષાની સ્પર્ધા ચેસ અને ખોખોમાં બીજો નંબર (સિલ્વર મેડલ) મેળવ્યો છે. વિજેતા બાળકો આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.શાળાનાં શિક્ષકો દ્વારા ખુબજ સારી રીતે બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા અને શાળા ના સમગ્ર સ્ટાફ મિત્રોએ બાળકોને આગામી રમત માટે અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતાં.