ARAVALLIGUJARATMODASA

લુસાડીયા ખાતે ઉત્તરાયણના દિવસે સતત ત્રીજા વર્ષે ભવ્ય ઓપન વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન – 25 થી વધુ ટીમો એ ભાગ લીધો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

લુસાડીયા ખાતે ઉત્તરાયણના દિવસે સતત ત્રીજા વર્ષે ભવ્ય ઓપન વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન – 25 થી વધુ ટીમો એ ભાગ લીધો

લુસાડીયા: ઉત્તરાયણ પર્વના પાવન અવસરે લુસાડીયા ગામ ખાતે સતત ત્રીજા વર્ષમાં ઓપન વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અંકુર અમૂલ પાર્લરની બાજુમાં અને અંબેમાંના મંદિરની પાછળ આવેલા મેદાનમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં આશરે 25 જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન માનનીય રાજ્યમંત્રી પી.સી. બરંડાના કરકમળો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શામળાજી પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ગ્રામજનો, ખેલાડીઓ અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આયોજકો દ્વારા ટુર્નામેન્ટના વિજેતાઓ માટે આકર્ષક ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ઇનામ તરીકે રૂ. 15,000/- અને દ્વિતીય ઇનામ તરીકે રૂ. 7,500/- આપવામાં આવશે. સમગ્ર આયોજનથી ગામમાં રમતોત્સવનો માહોલ સર્જાયો હતો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધ્યો હતો.

Back to top button
error: Content is protected !!