AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

દિવાળીના પાંચ દિવસમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ૨૮,૧૦૦થી વધુ ઈમર્જન્સી કોલ્સ હેન્ડલ : ગુજરાતના જીવદાતા સેવકોનો ઉત્તમ કાર્યપ્રદર્શન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ : દિવાળી જેવા આનંદના તહેવારોમાં કેટલાક પરિવારો માટે મુશ્કેલીના ક્ષણો પણ આવી પડે છે. એવા સમયે ‘૧૦૮ ઈમર્જન્સી મેડિકલ સર્વિસિસ’ જીવદાતા બનીને લોકો સુધી સમયસર પહોંચી તેમની સહાય માટે કટિબદ્ધ રહે છે. આ વર્ષે પણ ૧૦૮ ઈએમએસે પોતાના કુશળતા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ આપી રાજ્યના આરોગ્યસેવાના ક્ષેત્રમાં નવી સિદ્ધિ સર્જી છે.

૧૮થી ૨૪ ઓક્ટોબર વચ્ચેના પાંચ દિવસમાં ૧૦૮ સેવાને કુલ ૨૮,૧૨૯ ઈમર્જન્સી કોલ્સ પ્રાપ્ત થયા હતા, જે સામાન્ય દિવસોની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. સરેરાશ ૫,૬૨૬ ઈમર્જન્સી દરરોજ નોંધાઈ હતી, જ્યારે સામાન્ય દિવસોમાં આ આંકડો ૪,૮૨૫ની આસપાસ રહે છે. એટલે કે આ સેવા પર તહેવાર દરમિયાન ૧૬.૫૯ ટકાનો વધારો નોંધાયો હતો.

નૂતન વર્ષના પવિત્ર દિવસે એટલે કે ૨૨ ઓક્ટોબરે તો ઈતિહાસ સર્જાતાં કુલ ૫,૮૭૪ ઈમર્જન્સી કોલ્સ હેન્ડલ કરાયા હતા, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો છે. સામાન્ય સરેરાશની સામે આ ૨૧.૭૪ ટકાનો ઉછાળો દર્શાવે છે.

ઈમર્જન્સી કોલ્સની આટલી મોટી સંખ્યા હોવા છતાં ૧૦૮ની ટીમે ઝડપી પ્રતિસાદ અને ઉચ્ચ સેવા ગુણવત્તા જાળવી રાખી હતી. EMTs, પાઇલોટ્સ અને ઈમર્જન્સી રિસ્પોન્સ ઓફિસર્સે રાત્રિ-દિવસ અવિરત સેવા આપી અનેક પરિવારોને આશાની કિરણ આપી હતી.

ટેકનોલોજી આધારિત સેવા દ્વારા કાર્યક્ષમતામાં વધારો થયો છે. લોકેશન બેઝ્ડ સર્વિસ, ઓટોમેટિક એમ્બ્યુલન્સ અલોટમેન્ટ, હોટસ્પોટ ટ્રેકિંગ અને રિયલ ટાઈમ ડીવીએશન એલર્ટ જેવી સુવિધાઓ કાર્યરત હોવાથી વોઇસ કોલ મળતાની સાથે જ નજીકની એમ્બ્યુલન્સ સૂચિત સ્થળે ઝડપથી પહોંચી રહી છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન અને Public-Private Partnership મોડલમાં EMRI દ્વારા સંચાલિત આ સેવા સતત નવીનતા તરફ આગળ વધી રહી છે. તાલીમપ્રાપ્ત સ્ટાફ, સાધનસામગ્રી અને પ્રતિબદ્ધ કાર્યપદ્ધતિને કારણે ગંભીર પરિસ્થિતિમાં પણ જીવન બચાવવાના મિશનમાં કોઈ ખામી રહી નથી.

આ સિદ્ધિ દિવાળીના તહેવારમાં હજારો જીવ બચાવવા, દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે ૧૦૮ ઈએમએસ ટીમનું માનવતાપૂર્ણ સેવાભાવનું પ્રતિબિંબ છે.

Back to top button
error: Content is protected !!