BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વરમાં 87 લાખથી વધુનો દારૂ ઝડપાયો:નૌગામા સીમમાંથી 5 આરોપીઓ રૂ.1.06 કરોડના મુદ્દામાલ સાથે પકડાયા

સમીર પટેલ, ભરૂચ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વરના નૌગામા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. એલ્કેમ કેમિકલ ફેક્ટરી પાછળથી વિદેશી દારૂ ભરેલા ત્રણ વાહનો સાથે કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂ. 1.06 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે અલ્કેમ કેમિકલ ફેક્ટરીની પાછળના ખેતરમાં દારૂ કટિંગની રેડ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કુલ 45,504 વિદેશી દારૂની બોટલો શોધી કાઢી હતી, જેની કિંમત આશરે ₹87,82,272 થાય છે.
દારૂ ઉપરાંત, પોલીસે 6 મોબાઈલ ફોન (કિંમત ₹41,000), 3 વાહન (કિંમત ₹18 લાખ) અને રોકડા ₹2,960 જપ્ત કર્યા હતા. આમ, કુલ ₹1,06,26,232 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પકડાયેલા પાંચ આરોપીઓમાં સુરતના સિધ્ધનાથ ઉર્ફે નગેન્દ્ર બેનિપ્રસાદ યાદવ, સંદીપ ઓમપ્રકાશ ગુપ્તા, મહેન્દ્ર અમૃતલાલ પાલ, રવિ અજીત સરોજ અને પાલકધારી કલ્લુ ગૌતમનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓને વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!