
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ભિલોડા : પોતાની પત્ની પર વહેમ તેમજ આડા સબંધ નો શક વહેમ રાખી ઇસમને મોતને ઘાટ ઉતારનાર ઝડપાયો – ખુનના ગુન્હાનો આરોપી એલ.સી.બી.એ ઝડપી પાડ્યો
અરવલ્લી: ભિલોડા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હાનો આરોપી એલ.સી.બી.એ ઝડપ્યો
અરવલ્લી જિલ્લામાં બનેલા ગુન્હાઓ ઝડપભેર ઉકેલી ન્યાય આપવામાં ગતિ આવે તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા વિશેષ માર્ગદર્શન અપાયું હતું. આ સૂચનાઓને અનુસરતા એલ.સી.બી. અરવલ્લીએ ભિલોડા ખાતેનાં ખુનનાં ગુનામાં સામેલ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે
25 નવેમ્બર 2025ના રોજ ભરતભાઈ બાબુભાઈ જોષીયારાએ તેમના ભાઈ અશ્વીનભાઈ ગુમ થયા અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.ગુમ થનારની તપાસ ચાલી રહી હતી, ત્યારે 30 નવેમ્બર 2025ના રોજ ભાણમેર ગામની સીમમાં નદીના પટ પરથી અશ્વીનભાઈનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમોર્ટમમાં મૃતકની હત્યા થયેલ હોવું બહાર આવ્યું હતું આ આધાર પર મૃતકના ભાઈ ભરતભાઈએ આરોપી હિતેશભાઈ નાથાભાઈ જોષીયારા (રહે. જેતપુર, તા. ભિલોડા) વિરુદ્ધ આરોપ મૂક્યો કે તેણે પોતાની પત્ની સાથે સંબંધ હોવાના શંકા-વહેમને કારણે અશ્વીનભાઈની હત્યાનું કારસ્તાન કર્યું છે. જે અંતર્ગત ભિલોડા પોલીસ સ્ટેશને ગુ.ર.નં. 11188003250853/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબ ગુન્હો નોંધ્યો હતો.
એલ.સી.બી.ની ચુસ્ત કાર્યવાહી કરતા મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે કુશાલપુરા ગામની સીમમાંથી આરોપી હિતેશભાઈને ગુન્હામાં વપરાયેલી મોબાઇલ અને સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો.
પકડાયેલ આરોપી
હિતેશભાઈ નાથાભાઈ જોષીયારા, રહે. જેટપુર, તા. ભિલોડા, જી. અરવલ્લી
કબજે કરાયેલ મુદામાલ
1. સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. GJ-09-AA-5445 — કિમત રૂ. 50,000
2. એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (1 નંગ) — કિમત રૂ. 10,000
કુલ મુદામાલ કિંમત : રૂ. 60,000
એલ.સી.બી.એ આરોપીને ભિલોડા પોલીસ સ્ટેશન હવાલે કરી આગળની કાનૂની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.





