
ફૈઝ ખત્રી…શિનોર
શિનોરમાં ખનીજ માફિયા સામે પ્રશાસનની લાલ આંખ કરાઈ હતી.શિનોર – માલસર માર્ગ પરથી પસાર થતાં ઓવરલોડ રેતી વહન કરતા 8 હાઈવા ઝડપાયા હતા.
શિનોર તાલુકામાં ખનીજ માફિયા સામે પ્રશાસને કડક કાર્યવાહી હાથ ધરી છે. ખાન ખનીજ વિભાગ અને કરજણના SDM દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન શિનોર–માલસર માર્ગ પરથી ઓવરલોડ રેતીનું ગેરકાયદેસર વહન કરતા કુલ 8 હાઈવા વાહનો ઝડપાયા હતા. તપાસ દરમિયાન તમામ વાહનોમાં ક્ષમતાથી વધુ રેતી ભરેલી હોવાનું સામે આવતા વાહન માલિકોને સ્થળ પર જ લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કરજણ SDM અને ખાન ખનીજ વિભાગની આ સંયુક્ત કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રશાસન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે આગળ પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.




