પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજીને રાષ્ટ્ર કક્ષાના એવોર્ડ થી સન્માનિત કરાયા
” પદ્મશ્રી ડો. પ્રવીણ દરજીને રાષ્ટ્ર કક્ષાના એવોર્ડ થી સન્માનિત કરાયા.”
રિપોર્ટર… અમીન કોઠારી : મહીસાગર
ગુજરાતી ભાષા સાહિત્યના પ્રથમ પંક્તિના ડો. પ્રવીણ દરજીને તારીખ ૦૪/ ૦૩/૨૦૨૫ ના રોજ M I C A અંજલી ખાંડવાળા ક્રિયેટીવ મેન્ટર એવોર્ડ M I C A સ્કૂલ ઓફ આઈડિયાક માં, અમદાવાદ ખાતે ડો. પ્રદીપભાઈ ખાંડવાળાના શુભહસ્તે અર્પણ કરવામાં આવ્યો.
રાષ્ટ્રીયસ્તરે અત્યંત પ્રતિષ્ઠિત લેખાતો આ એવોર્ડ સ્વર્ગસ્થ અંજલિ ખાંડવાળાની દેશ-વિદેશમાં રહેલી પ્રેરણાત્મક અને માર્ગદર્શક નિવડેલી પ્રવૃત્તિઓની સ્મૃતિમાં આ એવોર્ડ આપવામાં આવે છે. ૨૦૨૪ ના એવોર્ડ માટે પદ્મશ્રી પ્રવીણ દરજીની પસંદગી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. પ્રવીણ દરજીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અગાઉ અનેક સુવર્ણચંદ્રકો એવોર્ડ તેમજ સહકારી સામાજિક અને સેવાકીય પ્રવૃતિમાં અનેકને તેમણે આપેલ પ્રેરણા માર્ગદર્શન અને તેમની તે ક્ષેત્રની ઉમદા પ્રવૃત્તિઓને પણ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. ગુજરાતી સાહિત્ય જગત માટે આ ગૌરવપૂર્ણ બાબત છે. તેઓ શ્રી એ 152 થી વધુ પુસ્તકોનું સર્જન કરેલ છે. તેમની સુવાસ ગુજરાત અને ગુજરાત બહાર પ્રસરેલ છે. આ પહેલાં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, તેમજ ૨૦૧૧. માં ભારત સરકારે તેમને પદ્મશ્રી નો એવોર્ડ આપેલ છે. મહારાષ્ટ્ર રાજ્યનો ઘનશ્યામ શરાફ એવોર્ડ, પ્રિયદર્શીની એવોર્ડ ઉપરાંત અનેક એવોર્ડ, તેઓને પ્રાપ્ત થયેલ છે. તેમણે પંચમહાલ, મહીસાગર, અને ગુજરાતનું નામ રોશન કરેલ હોવાથી તેમને ગુજરાતી સાહિત્ય રસિકો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.