AHAVADANGGUJARAT

ડાંગ: જળ સંચય જન ભાગીદારી અભિયાન’ અંતર્ગત ડાંગ જિલ્લામાં ૧૪૧૦ કામો થયા

વરસાદ જ્યાં પણ પડે છે અને જ્યારે પણ પડે છે વરસાદનું પાણી એકત્રિત કરવાનો સંકલ્પ લઈએ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વરસાદ જ્યાં પણ પડે છે અને જ્યારે પણ પડે છે વરસાદનું પાણી એકત્રિત કરવાનો સંકલ્પ લઈએ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧મા ‘કેચ ધ રેઈન’ પ્રોજેકટની શરૂઆત કરી હતી. વરસાદના પાણીને ઝીલી લો ના નારા સાથે આ અભિયાન હેઠળ વરસાદના પાણીના ટીપેટીપાનો સંગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સંગ્રહ થાય તેવા સંકલ્પની વડાપ્રધાનશ્રીએ આહલેક જગાવી હતી.

આ ઝુંબેશ હેઠળ ગુજરાતમાં ‘જળ સંચય જન ભાગીદારી’ અભિયાન હેઠળ પાણીરૂપી પારસમણિને સંગ્રહ કરવાના દેશવ્યાપી કાર્યનો પ્રારંભ, કેન્દ્રીય જળ સંચય મંત્રી શ્રી સી.આર. પાટિલના હસ્તે સુરત જિલ્લામાંથી કરવામાં આવ્યો હતો.

સમગ્ર દેશ અને રાજ્યની સાથે ડાંગ જિલ્લામાં પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને પંચાયત હસ્તકના સિંચાઇ વિભાગ હેઠળ જળ સંચયના અનેકવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ વોટર-રીચાર્જના અનેકવિધ કામો કરવામાં આવ્યા છે. જેમાં ડાંગ જિલ્લામાં જળ સંરક્ષણ અને વરસાદી પાણીના સંગ્રહ માટે ૧૨૭ ચેક ડેમ, ૧૮ જેટલાં તળાવ/ટાંકી તેમજ અન્ય જળ સંરક્ષણના ૯ કામો મળીને કુલ ૧૫૪ જેટલાં કામો પુર્ણ કરવામાં આવ્યાં છે. જ્યારે ૮૬ જેટલાં પરંપરાગત જળાશયોના પુનઃસ્થાપનનું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

ગત વર્ષે ચોમાસા દરમિયાન આહવા તાલુકાના ગલકુંડ અને પીપલપાડા ખાતેથી ગુજરાત સરકારના વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે  જળ સંચયના કામોનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં ‘જળ સંચય જન ભાગીદારી અભિયાન’ અંતર્ગત વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાના હેતુથી, વહી જતા વરસાદી પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

આવનારા સમયમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટથી ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકાશે. તેમજ ચોમાસામાં વહી જતા પાણીને બોરવેલ અને કુવાઓમા સંગ્રહિત કરવા સાથે ઉનાળામાં પાણીનો પ્રશ્ન દૂર કરી શકાશે તેવો આશાવાદ પણ તેમણે તે વેળા વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!