MORBI:મોરબીમાં પાણીની લાઈન ખોદવા મામલે બે જૂથ સામસામે બાખડી પડયા

MORBI:મોરબીમાં પાણીની લાઈન ખોદવા મામલે બે જૂથ સામસામે બાખડી પડયા
મોરબીના લીલાપર રોડ પર સાત હનુમાન સોસાયટી પાસે પાણીની લાઈન ખોદવા મામલે બે જૂથ બાખડી પડ્યા હતા જેમાં સામસામે છુટા પથ્થર ઘા કરી ઢીકા પાટું માર મારતા બંને પક્ષે ઈજા પહોંચી હતી અને બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના લીલાપર રોડ પર સાત હનુમાન સોસાયટીમાં રહેતા સુનીલભાઈ ડુંગરભાઈ ચાવડાએ આરોપી પાંચાભાઈ ઉર્ફે બાઠીયો લક્ષ્મણભાઈ આદ્રોજા, ક્રિષ્નાબેન પાંચાભાઈ આદ્રોજા, દીપક ઉર્ફે પેથીયો લક્ષ્મણભાઈ આદ્રોજા, ભાનુબેન દીપક ઉર્ફે પેથીયો આદ્રોજા, સુનીલ દીપક ઉર્ફે પેથીયો આદ્રોજા, પ્રવીણ ઉર્ફે કાળભેરવ, આરતીબેન પ્રવીણ, હસમુખભાઈ અને હીરાબેન હસમુખભાઈ રહે બધા લીલાપર રોડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૧ ના રોજ ફરિયાદી સુનીલભાઈ પોતાના ઘર પાસે પાણીની લાઈન ખોદતા હોય ત્યારે આરોપીઓએ ગાળો આપી પથ્થરના ઘા મારી લાકડાના ધોકા મારી ફરિયાદી સુનીલભાઈ, પ્રેમીલાબેન અને શિલ્પાબેનને ઢીકાપાટું માર મારી ઈજા કરી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે
સામાપક્ષે પાંચાભાઈ લક્ષ્મણભાઈ આદ્રોજાએ આરોપીઓ સુનીલ ચાવડા, સંજય ચાવડા, પ્રેમીલાબેન ચાવડા, શિલ્પાબેન ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે પાણીની લાઈન ખોદતા હોય ત્યારે લાઈન નાખવામાં થયેલ ખર્ચમાં ભાગ આપવા અન્યથા લાઈન ના ખોદવાનું કહેતા ગાળો આપી કપાળના ભાગે ઊંઘો પાવડો મારી પાંચાભાઈને ઈજા કરી તેમજ દીપકને પણ ઊંઘા પાવડાનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરતીબેન અને ભાનુબેન સાથે ઝપાઝપી કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે






