પાલનપુર બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા યુવાધન બચાવવા દારુ ડ્રગ્સ જેવી કેફી વસ્તુઓ બંધ કરાવવા જિલ્લા કલેકટર કચેરી આવેદન સુપ્રત કર્યું

18 ડિસેમ્બર જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં ડ્રગ્સ દારૂ જેવા દૂષણો બંધ કરાવવા જેના વિરોધમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા જોરાવર પેલેસ બહાર મોટી સંખ્યામાં બેનરો સાથે બહેનો અને ભાઈઓ ભેગા થયા હતા આ ટોળું જિલ્લા કલેકટરે કચેરીએ ઘસી ગયું હતું ને આવેદન સુપ્રત કરી મહિલા આગેવાને તેમની વેદના રજૂઆત કરી હતી જો તંત્ર આ નશા મુકત કામગીરી બંધ કરવામાં યોગ પગલાં નહિ ભરે તો મહિલાઓ દ્વારા દારૂ અડ્ડા ઉપર મહિલા રેડ પાડી ચીમકી આપી હતી. બનાસકાંઠા જિલ્લા મહિલા પ્રમુખ આશાબેન રાવલ ની આગેવાની હેઠળ ભાઈઓ બહેનોનો યુવા ધન બચાવવા માટે નશા મુક્ત અભિયાન છેડ્યું હતું જેમને જોરાવર પેલેસ બહાર બહેનો ભાઈઓ બહેનો સાથે ભેગા થઈને સરકારી કચેરીમાં આવેદન તૈયાર કરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જેમને હાજર રહેલા અધિકારીઓને જણાવ્યું છેલ્લા બે મહિનાઓથી મંદિર. પાન ગલ્લાઓ. મેડિકલ સ્ટોર જેવા અનેક જગ્યાએ નસીલો પરદાથ વહેંચાઈ રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ હજી સુધી નક્કર પગલા ભર્યા નથી જેને લઈને મહિલાઓનો પરિવાર આ બરબાદ થઈ રહ્યો છે જો તંત્ર નક્કર પગલા નહીં ભરે તો અમે ભેગા મળી અલ્લાબોલ કરી રેડ કરશો તેવી ચીમકી આપી.






