માંડવા પાસે બે ખાનગી લક્ઝરી બસ ભટકાઈ : કોઇ જાનહાનિ નહીં

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના માંડવા પાસે બે ખાનગી લક્ઝરી બસ ભટકાઇ હતી. વડોદરા તરફ જતી લક્ઝરી બસ આગળ ચાલતી બસ પાછળ ઘૂસી જતા કંડક્ટરને ઇજા હતી. બને બસમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર સોમવાર ના રોજ અલગ અલગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં વડોદરા તરફ બે ખાનગી લક્ઝરી બસ પસાર થઇ રહી હતી. તે દરમિયાન આગળ ચાલતી બસ પાછળ આવતી બસના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ના રહેતા પાછળ ઘુસાડી દીધી હતી. બને બસ ભટકાતા અંદર બેઠેલા મુસાફરો સામાન્ય ઇજા પહોંચી હતી તો એક બસ ના કંડકટર ને ગંભીર ઇજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હળવો ટ્રાફિક જોવા મળ્યો હતો. જો ટ્રાફિક પોલીસે અકસ્માત ગ્રસ્ત બસોને ત્વરિત અસર સાઈડ કરી વાહન વ્યવહાર પુનઃ ધમધમતા કર્યો હતો. ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ શરુ કરી હતી.




