ડીજીગાંવ ફાઉન્ડેશન દ્વારા શ્રી એસ.ડી એલ શાહ હાઇસ્કુલ ભાગળ(પીં)ને અર્પણ કરાયેલ સૌર ઊર્જા આધારિત શુદ્ધ પાણી RO પ્લાન્ટ નું પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના હસ્તે લોકાર્પણ
29 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વિદ્યાધામ-ભાગળ(પીં )સંચાલિત શ્રી એસ ડી એલ શાહ હાઇસ્કુલ માં કચ્છ રેલવે કંપની લિમિટેડ અને ડીજીગાંવ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી શાળામાં સૌર જળ શુદ્ધિકરણ માટે CSR પહેલ શરૂ કરીને સૌર ઊર્જા આધારિત શુદ્ધ પાણી આરો (RO)પ્લાન્ટનું શાળાના બાળકો માટે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે પ્રથમ સાઇટ નું ઉદઘાટન કર્યું.આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રયાસોના ભાગરૂપે, કચ્છ રેલ્વે કંપની લિમિટેડ, ડિજીગાંવ ફાઉન્ડેશનના સહયોગથી, સમગ્ર પાલનપુરની 10 સરકારી શાળાઓમાં સૌર આધારિત જળ શુદ્ધિકરણ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પહેલ 5,000 થી વધુ વિદ્યાર્થીઓ માટે સ્વચ્છ પીવાના પાણીની સુલભતા સુનિશ્ચિત કરીને સૌર-સંચાલિત RO સિસ્ટમની સ્થાપના કરશે.આ પ્રોજેક્ટ ગ્રામીણ ભારતનાં ટકાઉ વિકાસ અને જીવનની ગુણવત્તા સુધારવા માટેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. વધુમાં, પહેલમાં ડિજીગાંવ ફાઉન્ડેશનની આગેવાની હેઠળના જાગૃતિ કાર્યક્રમોનો સમાવેશ થશે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમુદાયને સ્વચ્છ પાણી અને સ્વચ્છતાના મહત્વ વિશે શિક્ષિત કરવાનો છે.ડીજીગાંવ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મોનિષા દાસે જણાવ્યું હતું કે, “આ CSR પહેલ ટકાઉ વિકાસ અને સમુદાયની સુખાકારી માટેના અમારા સમર્પણને પ્રતિબિંબિત કરે છે.” આ પ્રસંગે ધારાસભ્યશ્રીની સાથે ડીજીગાંવ ફાઉન્ડેશનના સભ્યો, ગામના સરપંચ શ્રી તથા પંચાયતના સભ્યશ્રીઓ,સ્વયમ વાલી મંડળના સભ્યશ્રીઓ, ગામના આગેવાનો અને મુરબ્બીશ્રીઓ તથા શાળા પરિવાર ની હાજરીમાં શાળાને સૌર ઊર્જા આધારિત શુદ્ધ પાણી RO પ્લાન્ટ અર્પણ કરવામાં આવેલ છે.