GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં સેવા ભારતી દ્વારા તહેવાર નિમિત્તે વ્યાજબી ભાવે કરાયું ફરસાણ-મીઠાઈની ૩૮૦૦ કિટનું વિતરણ

તા.૧૩/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ મહાનગરમાં અમૂલ સર્કલ પાસે આવેલા સેવા ભારતી ભવન દ્વારા જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે આજરોજ ખૂબ જ વ્યાજબીભાવે ફરસાણ-મીઠાઈની ૩૫૦૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે ડો.હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ-રાજકોટ તથા સેવા ભારતી ગુજરાત – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને એક કિલો મીઠાઈ તથા ત્રણ કિલો ફરસાણ મળીને ચાર કિલોની એક કિટ રૂ.૨૦૦માં મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે દાતાઓનો સહયોગ લેવામાં આવ્યો હતો.

સમિતિ દ્વારા ૩૮૦૦ કિટનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું છે. જેમાંથી ૧,૮૦૦ કિટ સેવાવસ્તીના પરિવાર સુધી પહોંચાડવામાં આવી અને ૨,૦૦૦ કિટ સેવા ભારતી ભવનથી વિતરણ કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ દિવસથી આ કિટ તૈયાર કરવાના સેવાકાર્યમાં ૩૦૦થી વધુ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. આ કિટ માટે ભાઈઓ-બહેનો દ્વારા એક લાખથી વધુ લાડવા બનાવવામાં આવ્યા.જયારે ફરસાણ વિતરણમાં આશરે ૬૫ થી ૭૦ જેટલા કાર્યકર્તાઓ જોડાયા હતા.

શતાબ્દી વર્ષ નિમિત્તે ફરસાણ વિતરણના કાર્યક્રમમાં ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિના મંત્રી શ્રી રવિભાઈ ગોંડલિયા, ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ મૂંગલપરા અને નરેન્દ્રભાઈ દવે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સંઘચાલક શ્રી મુકેશભાઈ મલકાણ, રાજકોટ વિભાગ સંચાલક ડૉ.સંજીવભાઈ ઓઝા તથા નાગરિક બેંકના ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠક સહિત સેવા ભારતી ગુજરાતના આગેવાનો હાજર હતા.

નોંધનીય છે કે, રાજકોટમાં સેવા ભારતી ભવનનો પ્રારંભ ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ થયો હતો.આ સેવા ભારતી ભવનમાં સિવણ સ્વાવલંબી યોજના હેઠળ રોજના ૧૫૦ બહેનોને સ્વાવલંબન માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે, જેમાં બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર, નેલ આર્ટ, પ્લમ્બિંગ, મહેંદી, વાંચનાલય તથા હોમિયોપેથી, આયુર્વેદિક અને એલોપેથી દવાખાનાં જેવી સેવાઓ સામેલ છે. આ સાથે દવાખાનાઓ નિયમિત રીતે ચાલુ હોય છે.

Back to top button
error: Content is protected !!