શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ માલણમાં પાલનપુર તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો

31 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ ખાતે પાલનપુર તાલુકાનું 77 મો પ્રજાસત્તાક દિવસ શેઠ શ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણના પ્રાંગણમાં યોજયો હતો. જેમાં પાલનપુર તાલુકા મામલતદારશ્રી શૈલેશભાઈ પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, પાલનપુર તાલુકાના તમામ વિભાગના અધિકારી શ્રીઓ, માલણ ગામના આગેવાનો તથા માધ્યમિક શાળા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ તેમજ સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. મામલતદાર સાહેબે દેશભક્તિને અનુરુપ વકતવ્ય રજૂ કર્યું હતું. તાલુકામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કર્મચારીઓને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે રાષ્ટ્રગીત ગાઈને એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કૃણાલભાઈ કકકડ અને નિલમ બેન પટેલે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સ્ટાફને શાળાના આચાર્યશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.





