BANASKANTHAGUJARATPALANPUR

ભુ.પૂર્વ વિધાર્થીઓ દ્વારા પાલનપુર ના સાહિત્યકાર પ્રો.દિનેશભારતી ગોસ્વામી નું સન્માન કરવામાં આવ્યું

16 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જી. ડી‌ મોદી આર્ટ્સ એન્ડ કોમર્સ,સાયન્સ કોલેજ પાલનપુર 1980 માં નગરપાલિકા કચેરી વિસ્તારમાં કાયૅરત બિલ્ડિંગ ભવનમાં કારકિર્દી ની શરૂઆત કરી વય નિવૃત સાહિત્યકાર
પ્રોફેસર દિનેશભારતી બી. ગોસ્વામી જિલ્લા મથક પાલનપુર ખાતે સ્થાયી થયા છે, લેખક તરીકે તેઓએ મંડપ ઉપર દીવો વરકન્યા ઘણું જીવો, વગેરે અનેક પુસ્તકો સંપાદન કરી ગ્રામ્ય વિસ્તાર થી શહેર સુધી ના તમામ લોકો ના જીવનમાં પરિવર્તન આવે તેવા પ્રયત્નો કર્યા છે. પોતાના પેન્શન ની આવક માં અનેક પુસ્તકો સંપાદન કરી લોક માતા બનાસને ભેટ ધરી છે. દરમિયાન શનિવારે ભુતપૂર્વ વિધાર્થીઓ દ્વારા
પ્રોફેસર દિનેશભારતી બી. ગોસ્વામી ના ભવ્ય રેસીડેન્સી પારપડા રોડ ખાતે શુભેચ્છા મુલાકાત કરી વિશિષ્ટ સન્માન કર્યું હતું. ગુરુ શિષ્યના ભાવ દશૅન કાયૅક્રમ માં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ઇન નવસારી ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ. એડવોકેટ એન.બી. ગોસ્વામી, સામાજિક કાર્યકર રીટાબેન ગોસ્વામી, વરસડામઠ એડવોકેટ પ્રભાતપુરી એલ.ગોસ્વામી
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડગામ પ્રમુખ પુષ્કર આર ગોસ્વામી, સામાજિક કાર્યકર ભોળાપુરી ગણપતપુરી ગોસ્વામી વડગામ સહિત જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!