GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બેઢીયા ગામે લિસ્ટેડ બુટલેગરે મોકલેલો દારૂ બિયરના જથ્થા સાથે કાયદાના સંઘર્ષમા આવેલ બે બાળ કિશોર ઝબ્બે

 

તારીખ ૨૯/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

બુટલેગર ની નવી યુકિત:દારૂનું છુટક વેચાણ અને દેખરેખ કરવા બાળ કિશોરોને ગોઠવ્યા.

રોકડ થી અને કયુ આર કોડ થી દારૂ વેચાણ કરતા હોવાનુ ખુલ્યુ.

સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ આર બી વનાર પોતાની ટીમ સાથે પંચમહાલ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે કાલોલ તાલુકાના બેઢીયા ગામે રહેતા અનિરુદ્ધસિંહ બળવંતસિંહ ચૌહાણ પોતાના ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગે કરવાની પેરવીમાં છે જે આધારે એસએમસી ની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેડ કરતા દારૂ લેવા આવનારા એક એકટીવા અને એક્ સપ્લેન્ડર ઉપર આવેલા કુલ ચાર ઈસમો પોલીસને જોઈને ભાગી ગયા હતા. પોલીસે ઘાસના ઢગલા પાસે સંતાઈને ઉભેલા બે ઈસમો જોવા મળેલ જેઓના નામ સરનામા પૂછતા તેઓ બંને દારૂના જથ્થાની દેખરેખ રાખનાર અને છૂટક વેચાણ કરનાર હોવાનું જણાવ્યું હતુ. વધુમાં બંને સગીર વયના હોવાનું જાણવા મળ્યુ ઘાસના પૂળા પાસે સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કરી તથા નજીકમાં પડેલી કાળા કલરની ગાડી મહેન્દ્રા એસયુવી કંપનીની કાર નો ચાલક પોલીસને જોઇ નાસી ગયો હતો પોલીસે એસયુવી કાર જીજે ૧૭ સીઈ ૮૫૦૮ જેની પાછળ નંબર પ્લેટ લગાવી ન હતી અને આગળના ભાગે નંબર પ્લેટ લગાવેલી હતી તે ગાડીમાં તપાસ કરતા સીટની વચ્ચેના ભાગમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો મળી આવેલ.કાયદાના સંદર્ભમાં આવેલા આ બંને ઇસમોની પૂછપરછ કરતા આ જથ્થો લિસ્ટેડ બુટલેગર પ્રકાશભાઈ ઉર્ફે ભયલું ગણપતભાઈ પટેલ રહેવાસી વેજલપુર બપોરના સમયે દારૂનો જથ્થો મૂકી ગયો હતો. અને આ જથ્થો અનિરુદ્ધસિંહ બળવંતસિંહ ચૌહાણે મંગાવ્યો હતો તથા એસયુવી કાર મૂકીને નાસી જનાર આશિક સીહ ઉર્ફે ભોલો જશવંતસિંહ ચૌહાણ હોવાનું જણાવેલ. બન્ને કિશોર ને દારૂના વેચાણ પેટે અલગ અલગ રૂપિયા 500 મળતા હોવાનું પણ બંને કિશોરોએ જણાવેલ. પોલીસે ગુનાવાળી જગ્યા ઉપરથી ક્યુઆર કોડ ડિવાઇસ પણ કબજે કર્યું હતુ. બન્ને કિશોર પાસે થી બે મોબાઈલ રૂ ૧૦,૦૦૦/ તથા દારૂ બિયરની કુલ બોટલ ૧,૩૮૨/ રૂ ૧,૮૭,૬૪૮/ કારની કિંમત રૂ ૭,૦૦,૦૦૦/ મળી કુલ મુદ્દા માલ રૂ ૮,૯૭,૬૪૮/ કબજે કરી વેજલપુર પોલીસ મથકે પ્રોહી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનિય છે કે લિસ્ટેડ બુટલેગર પ્રકાશભાઈ ઉર્ફે ભયલું ગણપતભાઈ પટેલ સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ૧૪ જેટલા ગુના નોંધાયા હોવાનું લિસ્ટ પણ ફરિયાદ મા નોંધાવ્યું છે.

Back to top button
error: Content is protected !!