GUJARATJUNAGADHKESHOD

કેશોદના પંચાળા સ્વામિનારાયણ મંદિરે રાસોત્સવ રંગોત્સવ શાકોત્સવ નું ભવ્ય આયોજન બસો વર્ષ પહેલાં પંચાળા ખાતે ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તો સાથે પંચાળા ખાતે રંગોત્સવ ઉજવ્યો હતો

કેશોદના પંચાળા સ્વામિનારાયણ મંદિરે રાસોત્સવ રંગોત્સવ શાકોત્સવ નું ભવ્ય આયોજન બસો વર્ષ પહેલાં પંચાળા ખાતે ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તો સાથે પંચાળા ખાતે રંગોત્સવ ઉજવ્યો હતો

કેશોદ તાલુકાનાં ઘેડ વિસ્તાર નો પ્રારંભ પંચાળા ખાતેથી થાય છે અને અહીં આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિર ને કારણે જગપ્રસિદ્ધ બન્યું છે. પંચાળા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સ્થળ છે. અહીં ભગવાન સ્વામિનારાયણે સંતો હરિભક્તો સાથે આજથી બસો વર્ષ પહેલાં રાસોત્સ્વ કરેલો હતો.અહીંથી સંપ્રદાયના આશ્રિતો વડે કપાળમાં તિલક-ચાંદલો કરવાની શરૂઆત થઇ હતી. પંચાળા ખાતે પૌરાણિક પરંપરાઓ મુજબ કોતરણી વાળું શિખરબદ્ધ મંદિર તેમજ સ્મૃતિ છત્રી આવેલા છે. પંચાળા માં શ્રીજીમહારાજ રસીયો રાસ રમતા સંતોને શ્રીહરિનું દિવ્યદર્શન, રાધા અને લક્ષ્મીજીનું દિવ્યદર્શન, ધર્મભક્તિનું સપરિવાર દિવ્યદર્શન, થયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ધર્મગ્રંથોમાં મહત્વનું સ્થાન પંચાળા નું આવેલું છે, એના ગરાસિયા ઝીણાભાઇ પંચાળાના ગામધણી થયા જેમણે હરિભક્તો ની અનન્ય સેવા કરી હતી. શ્રીજી મહારાજની બાંધેલી પંચવર્તમાન ની મર્યાદા, ઝીણાભાઇ ખૂબ જ દ્રઢતાથી પાળતા હતા. એમની સૌથી વિશેષ વાત એ હતી કે, તેઓ ગામધણી દરબાર હોવા છતાં પણ, નાનામાં નાના માંદા હરિભક્તની સેવા ભારે ભાવથી કરતાં હતા. આ બધી જ બાબતોને લીધે, ઝીણાભાઇ ઉપર શ્રીજી મહારાજનો અપાર રાજીપો રહેતો.જુનાગઢના નવાબસાહેબ ઝીણાભાઇનો ખરેખરો મહિમા સમજતાં થયા અને તેમની ખુરશી પોતાના સિંહાસનની બાજુમાં જ રખાવતા હતાં. આવો પ્રાચીન ઈતિહાસ ધરાવતાં પંચાળા ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તારીખ ૨૫/૩/૨૦૨૪ સોમવારે રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવ નો ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં સૌ હરિભક્તો ને પધારી ધન્યતા અનુભવવા સ્વામી ઘનશ્યામચરણદાસજી એ સૌને આમંત્રણ આપ્યું છે.

 

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!