GUJARATKHERGAMNAVSARI

ખેરગામ :મળમૂત્ર વાળું ગંદુ પાણી સીધું ગટરમાં છોડતા ગટર કનેક્શન ધારકોને પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવી.

ખેરગામની ગટર માથાના દુઃખાવા જેવી સમસ્યા

ખેરગામ :મળમૂત્ર વાળું ગંદુ પાણી સીધું ગટરમાં છોડતા ગટર કનેક્શન ધારકોને પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ બજારમાં આશરે પાંત્રીસેક વર્ષથી ખાનગી ગટર લાઈન બનાવવામાં આવેલી છે,જેમાં સમય જતાં ગામની વસ્તી વધવાની સાથે ગટર લાઈનમાં કનેકશનો પણ વધી ગયા હતા,પાઇપની ક્ષમતા કરતા ડ્રેનેજના પાણીનું વધી જતાં ગંદુ પાણી બહાર રસ્તા ઉપર આવવાની મોકણ સર્જાતા ભૂતકાળમાં અનેક વાર વિવાદ થયા હતા.બે વર્ષ પહેલાં આ ગટર લાઈનમાં નાના અને જૂના પાઇપ કાઢી નવા મોટા પાઇપ નાખવામાં આવતા બજારના આશરે 200 જેટલા ગટર કનેક્શન ધારકોને મોટી રાહત થઈ હતી.પરંતુ ડ્રેનેજનું પાણી પાઇપલાઇન મારફત જે વિસ્તારમાં પહોંચે છે,ત્યાંના લોકોએ ગંદા પાણીનો વિરોધ કરતા આવ્યા છે,જે મામલે લોકોએ પંચાયતમાં સરપંચને તેમજ ગ્રામસભામાં મળમૂત્રવાળું ગંદુ પાણી બંધ કરવા માંગ પણ કરી હતી.પંચાયત દ્વારા તા.5 ડિસેમ્બરના રોજ ગટર કનેક્શન ધારકોને નોટીસ આપી મળમૂત્રવાળું ગંદુ પાણી ગટર લાઈનમાં આવતું બંધ કરવા સૂચના આપવામાં આવી છે.અને પોતાના ઘરની જગ્યામાં ખાળકુવો અથવા સેફટીટેન્ક બનાવી ફક્ત ઘર વપરાશનું પાણી જ ગટરમાં છોડવા જાણ કરવામાં આવી હતી.અને આવું કરતા કોઈ ચૂકશે તો તેની સામે પંચાયત અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવું નોટીસમાં જણાવવામાં આવ્યું છે.-સ્વચ્છતા ગટર સમિતિ દ્વાર સર્વે કરવામાં આવશે:-પંચાયતે ગટર કનેક્શન ધારકોને આપેલી નોટીસમાં જણાવ્યા મુજબ કનેક્શનધારકોએ મળમૂત્રવાળું ગંદુ પાણી ગટરમાં આવતું બંધ કરવાનું રહેશે.સ્વચ્છતા ગટર સમિતિ દ્વારા આગામી દિવસોમાં ગટર કનેક્શન ધારકોને ત્યાં સર્વે કારવામાં આવશે,અને ગટરમાં મળમૂત્રવાળું ગંદુ પાણી બંધ કરવામાં ન આવ્યું હોવાનું જણાશે તો તેની સામે પંચાયત અધિનિયમ મુજબ કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ હતી પંચાયત દ્વારા બજારના 85 જેટલા ગટર કનેક્શન ધારકોને નોટીસ પાઠવી હતી.સ્વચ્છતા સમિતિની ટીમ દ્વારા ગટર કનેક્શન ધારકોને ત્યાં જઈ તપાસ કરશે કે કોઈ શૌચાલયનું પાણી તો ગટરમાં છોડતા નથી,અને કોઈ એવું કરતું હશે તો જિલ્લામાં રીપોર્ટ કરવામાં આવશે.અમે આ સમસ્યાનો સુખદ સમાધાનથી નિકાલ થાય એ માટે ગ્રામજનોની સહમતી રહેશે તો ફિલ્ટર પ્લાન્ટ માટે પણ તજવીજ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!