GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

રસ્તા,પાણી,વીજળી સહિતના પ્રશ્નો સત્વરે ઉકેલવા અધ્યક્ષસ્થાનેથી સૂચનાઓ આપવામાં આવી

 

*પંચમહાલ

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરા કલેક્ટર કચેરી,સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.  આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ દ્વારા વિવિધ સમસ્યાઓને લઈને પ્રશ્નોત્તરી કરાઈ હતી.જેમાં રસ્તા,પાણી,વીજળીના પ્રશ્નો,ગટર વ્યવસ્થા,પાવાગઢ ખાતે પીવાના પાણીની સમસ્યાઓ સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.તેમણે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોની પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવો, રસ્તાઓનું સમારકામ, શાળા- આંગણવાડીના ઓરડાઓ, વીજળી સહિતના મુદ્દાઓ અને તેના નિરાકરણ બાબતે સબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધિઓ, લોકાભિમુખ વહીવટ, નાગરિક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી.બેઠકમાં ધારાસભ્ય ઓ દ્વારા રજૂઆત કરાયેલા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારી ઓને જિલ્લા કલેકટર એ સૂચનાઓ આપી હતી.આ બેઠકમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા,સાંસદશ્રી ડૉ.જશવંતસિંહ પરમાર, રાજપાલસિંહ જાદવ,સર્વ ધારાસભ્યશ્રીઓ  જયદ્રથસિંહજી પરમાર,શ્રીમતી નિમીષાબેન સુથાર,  સી.કે.રાઉલજી,ડી.ડી.ઓ. ડી.કે.બારીઆ,પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

***

 

Back to top button
error: Content is protected !!