GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના અધ્‍યક્ષસ્‍થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ

તમામ નોડલ અધિકારી ઓને માઈક્રોપ્લાનિંગ બનાવી ચૂંટણી સંબંધિત પૂર્વ તૈયારીઓને પૂર્ણ કરવા સૂચના આપતા જિલ્લા ચૂંટણી અધિકારી

ગોધરા

 

નિલેશકુમાર દરજી શહેરા

આગામી ટુંક સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્‍વયે પંચમહાલ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના અધ્‍યક્ષસ્‍થાને ગોધરા જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે ચૂંટણીના નોડલ અધિકારી ની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

 

ચૂંટણી મુક્ત,ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે જરુરી સુચનો કરવામાં આવ્યા હતા. ચૂંટણી કામગીરીમાં રોકાયેલ તમામ સ્ટાફ કર્મચારીઓને તાલીમ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

 

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ની વિવિધ કામગીરીની ફરજો બજાવવા માટે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ૧૯ જેટલાં નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવેલી છે. આ નોડલ ઓફિસરોને ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

આ બેઠકમાં કલેકટર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીમાં નિમાયેલા અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ આપવી, ચૂંટણી માટે સ્ટાફ પુરો પાડવો, મેનપવાર મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, ચૂંટણી પંચની પ્રવર્તમાન સુચનાઓ અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી, મતદાન માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા, ચૂંટણી બાબતે જરૂરી મુજબના ફોર્મ, સ્ટેશનરી અન્ય સામગ્રી મેળવવી, સ્વીપની કામગીરી, MCMCની કામગીરી, આરોગ્યની કામગીરી, આદર્શ આચારસંહિતને લગતી સુચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવુ, ચૂંટણી કામગીરીમાં જોડાનારા કર્મચારીઓ માટે કરવાની થતી વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદારો માટેની વ્યવસ્થા અંગે નિમાયેલ નોડલ અધિકારીશ્રીઓને તેઓને સોંપવામાં આવેલ કામગીરીની પુર્વ તૈયારીઓને ધ્યાને લઇ જરૂરી માર્ગદર્શન તેમજ સુચન સહિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી,અધિક નિવાસી કલેક્ટર સહિત વિવિધ સમિતીના નોડલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

***

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!