
તા.૧૯.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં સૌપ્રથમવાર શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સહજાનંદ સરસ્વતીજી મહારાજનું ભવ્ય આગમન
સર્વ સનાતન પરિવાર દ્વારા શ્રી સદાનંદ સરસ્વતી જી મહારાજ શ્રીનું દાહોદના અમદાવાદ ઇન્દોર હાઇવે હોટલ બાલાજી ખાતે ભવ્ય સ્વાગત
આજરોજ તા.૧૯.૧૨.૨૦૨૪ ના ગુરુવાર ૫.૦૦ કલાકે વાત કરીયેતો શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રી જે દાહોદમાં પધારયા છે જેમનું સ્વાગત દાહોદના સર્વ સનાતની પરિવારએ દાહોદના અમદાવાદ ઇન્દોર હાઇવે નજીક આવેલ બાલાજી હોટલ ખાતે ફટાકડા ફોળી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ ત્યાર બાદ દાહોદના અમદાવાદ ઇન્દોર હાઇવે બાલાજી હોટલ ખાતેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જે બાઇક રેલી અમદાવાદ ઇન્દોર હાઇવે પડાવ વિસ્તારથી નીકળી હનુમાન બજાર નેતાજી બજાર નગરપાલિકા ચોક માણેક ચોક ભગીની સમાજ ચાર થાંભલા સ્વામી વિવેકાનંદ સર્કલ.વૈજનાથ મહાદેવ મંદીર સ્ટેશન રોડ પર પૂર્ણ થઈ અને શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું દાહોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે નગરાળા આશ્રમ મીરાખેડી તેમજ દેવધા મંદીર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે કાર્યક્રમોમાં શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ દાહોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા યોજાવનાર કાર્યક્રમોમાં ઉપસ્થિતિ રહશે જે કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા કાર્યક્રમોમાં ઉપસ્થિતિ રહી કાર્યક્રમોમાં જોડાય એવી અપીલ પણ કરવામાં આવી છે




