પાવાગઢ પોલીસે વિદેશી દારૂના જથ્થો સહિત એક ઈસમને રૂ.૩.૫૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૬.૨૦૨૪
પાવાગઢ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે હાલોલ તાલુકાના વેડ ગામેથી ૬૦ હજાર નો વિદેશી દારૂ તથા રૂ.૩ લાખ ની કાર સાથે એક ઈસમને ઝડપી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહીત ચાર આરોપીઓ સામે પ્રોહીબીશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પાવાગઢ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પાવાગઢ પોલીસ મથક ના પો.સ.ઈ. એમ.એલ. ગોહિલ ને બાતમી મળી હતી કે એક કાર માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઘાટા થઇ વેડ ગામે જવાનો છે.તે બાતમીના આધારે પોલીસ ઘાટા થી વેડ જવાના રસ્તા ઉપર આડાસ મૂકી તે કાર ની વોચમાં હતી ત્યારે એક સફેદ કલર ની સ્કોડા ગાડી આવી પોલીસે મુકેલ આડસ પાસે ઉભી રહેતા પોલીસે તેને ઝડપી પાડી ગાડી ની ડિક્કી માં તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ અને બિયર ની પેટીઓનો જથ્થો રૂ.૬૦ હજાર નો મળી આવ્યો હતો.જ્યારે ઝડપાઇ ગયેલ ગાડી ચાલક નું નામ થામ પૂછતાં મુકેશભાઈ રઈજીભાઇ રાઠવા રહે.વેડ તા.હાલોલ જણાવ્યું હતું. માલ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઇ જવાનો તે બાબતે પૂછતાં જયમલભાઈ પૃથ્વીસિંહ ઠાકોર રહે.ભીખાપુરા તા. પાવીજેતપુર જી.છોટાઉદેપુર નાઓ એ ગાડીમાં દારૂ ભરી આપેલ અને વેડ ગામ માં રહેતા હિતેશભાઈ ચીમન ભાઈ રાઠવા તથા અજય ઉર્ફે અજુ કાનીયો બારીયા બંને રહે વેડ ને આપવાનું જણાવ્યું હતું.પોલીસે ૬૦ હજારનો દારૂ ૩ લાખ ની કાર મળી ૩,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ચારેવ આરોપીઓ સામે પ્રોહીબીશન નો ગુનો નોંધી એક ની ધરપકડ કરી બાકી ત્રણ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.પાવાગઢ પોલીસે વેડ ગામે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડયા ની વાત દારૂનો વેપલો કરતા લોકો માં ફેલાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.