હાલોલ:આંતરરાષ્ટ્રીય યોગ દિવસની” હાલોલમાં કલરવ સ્કૂલ ખાતે થયેલ ભવ્ય ઉજવણી.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૬.૨૦૨૪
તારીખ 21/ 6 /2024 ને શુક્રવારના રોજ શાળાના પરિસરમાં “કરો યોગ રહો નીરોગ” ની ઉક્તિને સાર્થક કરતા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસની’ ભવ્ય ઉજવણી ભારતીય જનતા પાર્ટી હાલોલ શહેર તથા રોટરી ક્લબ ઓફ હાલોલ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી જેમાં કલરવ શાળાના 400 વિદ્યાર્થીઓએ યોગનો લાભ લીધો હતો.આ વિદ્યાર્થીઓને યોગ કરાવવા માટે શાળાના વ્યાયામ શિક્ષક વિજયસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તેમજ ધોરણ 6 થી 8 ના પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. આ યોગ દિન નિમિત્તે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી તથા રોટરી ક્લબ ઓફ હાલોલ ના સેક્રેટરી હાર્દિકભાઈ જોશિપુરા, ભારતીય જનતા પાર્ટી હાલોલ નગરના પ્રમુખ ડો. સંજયભાઈ પટેલ, મહામંત્રી રવિભાઈ ઠાકોર, ઉપપ્રમુખ અભયભાઈ વ્યાસ, મહામંત્રી હરિશભાઈ ભરવાડ, યુવા મોરચાના પ્રમુખ બ્રિજેશભાઈ ત્રિવેદી, અને વોર્ડ નંબર 1 ના પૂર્વ કોર્પોરેટ અને જિલ્લા કારોબારી નીતાબેન પટેલ જેવા મહાનુભવોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.આ દિન નિમિત્તે શાળાના આચાર્ય ડો. કલ્પનાબેન જોશીપુરા એ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું.જેમાં તેમને ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ કેટલું છે તે સમજાવ્યું અને આપણા માનનીય વડાપ્રધાન નો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ ભારતના દરેક નાગરિકે યોગ કરીને નિરોગી રહેવું જોઈએ તેવી આશા વ્યક્ત કરી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા પ્રભાબેન પેશરાણા અને શાળાના શિક્ષક સુમનભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું.








