WAKANER:વાંકાનેરમા બાળકો વચ્ચેના જુના ઝઘડાનો ખાર રાખી આરોપી માતા-પુત્રીએ પાડોશી બે મહિલાને માર માર્યો
WAKANER:વાંકાનેરમા બાળકો વચ્ચેના જુના ઝઘડાનો ખાર રાખી આરોપી માતા-પુત્રીએ પાડોશી બે મહિલાને માર માર્યો
વાંકાનેરના આરોગ્યનગરમાં અગાઉ બે બાળકો વચ્ચે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી મોટેરાઓ વચ્ચે બઘડાટી બોલી હતી, જેમાં આરોપી માતા-પુત્રીએ પાડોશી મહિલાને મરચાની ભૂકી છાંટી લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો..
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદી રાજેશ્વરીબેન દિપકભાઇ પીપળીયાએ ફરિયાદ નોંધાવી હતી કે તા. ૧૮ ડિસેમ્બર, ૨૦૨૪ના સાંજે છ વાગ્યાના અરસામાં, આરોપી જોશનાબેન અશોકભાઈ રાઠોડ અને તેની મોટી દિકરીએ અગાઉ ફરિયાદીના દીકરા અને આરોપી જોશનાબેનના દીકરા સાથે થયેલા ઝઘડાના જુના મનદુઃખને કારણે હુમલો કર્યો હતો.
જેમાં આરોપી જોશનાબેનની દીકરીએ ફરીયાદી રાજેશ્વરીબેનના મોઢા પર મરચાની ભૂકી છાંટી હતી અને આરોપી જોશનાબેને લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો, આ હુમલામાં ફરીયાદીને હાથમાં ફ્રેકચર જેવી ઇજા થઈ હતી, જ્યારે સાહેદ રસીલાબેન છોડાવવા વચ્ચે પડેલ તેને પણ મુઢ ઇજાઓ થઈ હતી. ત્યારે સમગ્ર બનાવની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે બંને આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.