BHARUCHNETRANG

ડહેલી ગામની સીમમાં ખેતરનાં શેઢા ઉપર સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂ પકડી પાડી ઈંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી વાલીયા પોલીસ

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

વાલીયા પોલીસ ઇન્સપેકટર એમ.બી.તોમર તથા પોલીસ સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે “ડહેલી ગામની સીમમાં આવેલ ગૌચર વાળી જમીનમાં મહેન્દ્ર જામલ વસાવા રહે.પીઠોર, તા.વાલીયાના કપાસનાં વાવેતર વાળા ખેતરનાં શેઢા ઉપર આવેલ ઝાડી ઝાંખરામાં સંદિપ મહેન્દ્ર વસાવા રહે.પિઠોર, તા.વાલીયાએ પ્રતિબંધીત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાનાં ઇરાદે સંતાડી રાખી સગેવગે કરવાની પેરવી કરી રહેલ છે” જે બાતમી આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જતા એક સફેદ કલરની યુનિકોન મો.સા ઉપર સંદિપ વસાવા અન્ય એક વ્યક્તિ સાથે પ્રોહિ મુદ્દામાલ સગેવગે કરવાની પેરવી કરી રહ્યો હતો જે પોલીસ પંચોની રેઇડ જોઇ પોતાની મોટર સાઇકલ તથા એક્ટીવા મોપેડ તથા પ્રોહિ મુદ્દામાલની પેટીઓ મુકી નાશી ગયેલ હતા જે જગ્યાએ જઇને તપાસ કરતા એક્ટીવા મોપેડ નંબર-GJ-16-DD-7005 તથા યુનિકોન મો.સા નંબર-GJ-16-CL-5634 ની મળી આવેલ અને તેની બાજુમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ત્રણ પેટીઓ મળી આવી હતી અને સાથેના પોલીસ સ્ટાફ સાથે ખેતરમાં તથા ખેતરનાં શેઢા ઉપર સંતાડી રાખેલ પ્રોહિ મુદ્દામાલની બેટરીઓના અજવાળે તપાસ કરતા ખેતરનાં શેઢા ઉપરના ઝાડી ઝાંખરામાંથી તેમજ સ્થળ ઉપર મળી આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની સીલ બંધ નાની-મોટી કુલ્લે બોટલ/ટીન નંગ-૧૭૧૬ કુલ કિંમત રૂપિયા ૨,૮૭,૪૮૪/- નો પ્રોહિ મુદ્દામાલ મળી આવેલ જેથી મળી આવેલ પ્રોહિ મુદ્દામાલ કિંમત રૂપિયા ૨,૮૭,૪૮૪/- તથા એક્ટીવા મોપેડ નંગ-૧ કિ.રૂ.૪૫,૦૦૦/- તથા યુનિકોન મો.સા નંગ-૧ કિ.રૂ.૮૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૧૭,૪૮૪/- નો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલ આરોપી સંદિપ મહેન્દ્ર વસાવા તથા અન્ય એક નાશી ગયેલ ઇસમ જેનું નામ સરનામું જણાવેલ નથી તે બન્નેવ આરોપીઓની વિરૂધ્ધમાં વાલીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!