DASADADHRANGADHRAGUJARATSURENDRANAGAR

પાટણના સાંતલપુરના અગરિયાઓ મહિલા પરિવાર સાથે ધ્રાંગધ્રા ફોરેસ્ટ કચેરીએ ધરણા યોજી રજૂઆત કરી

તા.27/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠુ પકવતા અગરિયાઓને રણમાં નહીં પ્રવેશ કરવા દેતા હોવાની રજૂઆતને ધ્યાને લઈ આજે બીજી વાર ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે અગરિયાઓ પરિવારની મહિલાઓ સાથે એક દિવસીય ધરણા યોજી રજૂઆત કરવા માટે આવ્યા હતા રાજ્યમાં મીઠું પકવતા અગરિયાઓની અનેક માંગોને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠુ પકવતા અગરિયાઓને રણમાં નહીં પ્રવેશ કરવા દેતા હોવાની રજૂઆતને ધ્યાને લઈ આજે બીજી વાર ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે અગરિયાઓ પરિવારની મહિલાઓ સાથે એક દિવસીય ધરણા યોજી અને પોતાની રજૂઆત કરી હતી સાંતલપુરના અગરિયાઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓના વિસ્તારમાં મોટાભાગના પરંપરાગત પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયાઓનો સમાવેશ થયો નથી, સાતલપુરના અગરિયાઓ દસ એકર જમીનમાં વર્ષોથી મીઠું પકવતા હોવા છતાં સરકારના અધિકારીઓ દ્વારા તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતું નથી અગરિયાઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે જેઓ મોટા વગ ધરાવતા અગરિયાઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને જે લોકો ગરીબ અને મધ્યમ વર્ગના આગરીયાઓ છે તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતું નથી જેવી અનેક માંગોને લઈને આજે બીજી વાર 150 જેટલાં અગરીયાઓ મહિલાઓ પરિવાર સાથે ફોરેસ્ટ ઓફિસ ધ્રાંગધ્રા ખાતે રજૂઆત કરવામાં આવી છે અને એક દિવસીય ઘરણા પણ યોજ્યા હતા તેવોની માંગ નહીં સ્વિકારાત તેઓ દ્વારા આડેસર ની ફોરેસ્ટ ઓફિસ ખાતે પરિવાર સાથે ઉપવાસ આંદોલન ઉપર પણ ઉતર્યા છે અને આજે ધાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે રજૂઆત અને ઉપવાસ આંદોલન કરવા આવ્યા હતા ત્યારે કોઈ અધિકારીઓ હાજર નહીં મળતા અગરિયાઓમાં રોષ જોવા મળ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!