BANASKANTHAGUJARATKANKREJ

નેકારીયા નવા પ્રાથમિક શાળાના આચાર્યનો વયનિવૃત્તિ અને સત્કાર સમારોહ યોજાયો..

કાંકરેજ તાલુકાના શિરવાડાના વતની નેકારીયા નવા પ્રાથમિક શાળાના આચાર્ય જોષી જીવણભાઈ લખીરામભાઈ નો વયનિવૃત્તિ અને સત્કાર સમારોહ યોજાયો.

નેકારીયા નવા પ્રાથમિક શાળાના આચાર્યનો વયનિવૃત્તિ અને સત્કાર સમારોહ યોજાયો..

કાંકરેજ તાલુકાના શિરવાડાના વતની નેકારીયા નવા પ્રાથમિક શાળાના આચાર્ય જોષી જીવણભાઈ લખીરામભાઈ નો વયનિવૃત્તિ અને સત્કાર સમારોહ યોજાયો.નેકારીયા ખાતે તા. ૦૬/૦૯/૧૯૮૮ થી તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી સતત એક જ ગામમાં ૩૬ (છત્રીસ) વર્ષ સુધી નેકારીયા નવા પ્રા.શાળામાં એટલે કે શરૂઆત થી નિવૃત્તિ સુધી એક જ શાળાની શૈક્ષણિક સફર દરમ્યાન બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કર્યું છે.વહીવટી કોઠાસૂઝ,કાર્ય કરવાની ધગશ,સતત પ્રવૃતિલક્ષી શિક્ષણ થકી શાળાના બાળકોને જીવન વિકાસના પાઠ શીખવ્યા છે.સાદું જીવન અને ઉત્તમ વિચારો થકી ગામ અને શાળાને પ્રગતિના પથ પર લઈ જઈ શાળાના બાળકો, વાલીગણ અને શિક્ષકોના હૃદયમાં ઊંચુ સ્થાન પામી અભિનંદનને પાત્ર બન્યા. યુવાવસ્થાથી જ સ્વાધ્યાય પ્રવૃત્તિના રંગે રંગાઈ શિક્ષકત્વને શોભાવ્યું.ખુદ વિકસતા રહયા અને શાળાને આગવો ઉજાશ આપ્યો.શૈક્ષણિક કાર્યનિષ્ઠાથી શાળાને એ ગ્રેડ પ્રાપ્ત થયો અને સંસ્કાર તરફથી બહુમાન મળેલ.શાળાના ભૌતિક બાબતોમાં પણ સુંદર બગીચા સાથે ઔષધિય વનસ્પતિઓ દ્વારા બાળકોને આરોગ્ય શિક્ષણનો પણ સુંદર અને સફળ પ્રયત્ન કર્યો છે.વર્ષ ૨૦૧૯/૨૦૨૦માં સમગ્ર કાંકરેજ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પારિતોષિક પ્રાપ્ત કરેલ બ.કાં.જિલ્લા કબડ્ડી એસોસીયેશનના પ્રમુખ તરીકેનું દાયિત્વ છેલ્લા વીસ વર્ષથી અવિરત સંભાળી ગુજરાત રાજયમાં બ.કાં.નું રમત ગમત ક્ષેત્રે નામ પણ રોશન કરેલ. સાવ વેરાન ભૂમિ પર એક નંદનવન સમી શાળાનું સર્જન એ પુરુષાર્થનું દર્શન કરાવે છે.એકવાર અન્ય શાળામાં બદલીના સમાચાર સાંભળી ગામલોકોએ જિલ્લા સ્તરે ભારપૂર્વક અને ભાવપૂર્વક રજૂઆત કરી બદલી બંધ રખાવી,જે ગામલોકોના હૃદયમાં આપે નિર્માણ કરેલ ભાવ,આદર અને વિશ્વાસનું પ્રમાણ છે.સતત શાળા અને ગ્રામજનો માટે એક માર્ગદર્શક સરસ્વતીના પરમ ઉપાસક અને પ્રજ્ઞાવાન તથા પરમ વંદનીય એવા જીવણભાઈ જોષીનો આજરોજ તા.૧૯/૧૦/૨૦૨૪ ને શનિવારના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.વી.એમ.પટેલ,જિલ્લા સંઘના પ્રમુખ સંજયભાઈ દવે, થરા માર્કેટ યાર્ડ ના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન હરગોવનભાઈ શિરવાડિયા,સુખદેવસિંહ સોઢા, થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર પૃથ્વીરાજસિંહ વાઘેલા,બ.કાં.જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતાજી એન. મકવાણાની ઉપસ્થિતિમાં આચાર્યનો વયનિવૃત્તિ અને સત્કાર સમારોહ યોજાયો હતો.દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓએ સ્વાગત ગીત અને શિક્ષક મહેશભાઈએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.ઉપસ્થિત ડૉ.વી.એમ.પટેલ, સંજયભાઈ દવેને ફુલહાર પહેરાવી સાફો બાંધી શાલ ઓઢાડી તલવાર દ્વારા જીવણભાઈ જોષી,સરપંચ મોહનભાઈ ચૌધરી,ઠાકોર રામાજી મેવાજી,પૂર્વ સરપંચ વિનાજી છગનજી ઠાકોર,તલાજી ઠાકોરે સન્માન કર્યું હતું.શાળા પરિવારે જીવણભાઈનું શાલ ઓઢાડી શ્રીફળ,સાકર,ચાંદીની મૂર્તિ આપી શારદાબેનને સાડી દ્વારા ગ્રામજનોએ સન્માનપત્ર આપી શાલ ઓઢાડી વીંટી પહેરાવી,વિરાબા પ્રજાપતિ પરિવાર દ્વારા સોનાનો દોરો પહેરાવી શાલ ઓઢાડી સાડી આપી જયારે ઘી કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી અને ગ્રાહક સહકારી મંડળી થરાના ચેરમેન દશરથજી ઠાકોર,ડૉ. મુળજીભાઈ,જગમાલભાઈ જોષી,શ્રીરામભાઈ જોષી, શિરવાડા સેન્ટર સ્ટાફ,થરા જે. વી.શાહ રેફરલના અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી,વિનય વિદ્યા મંદિર ના શિક્ષક એમ.વી.પટેલ, પૂરણસિંહ વાઘેલા,તરૂણભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર,રાજુભાઈ લાટી,વિષ્ણુભાઈ પંડયા, ચેહરાભાઈ ગુર્જર, શૈલેષભાઈ દેવ સહીત અનેક મહાનુભાવોએ જીવણભાઈ તથા શારદાબેનનું સન્માન કર્યું હતું અને શાળાની વિધાર્થીનીઓ તેમજ પૂર્વ વિધાર્થીનીઓએ વયનિવૃત આચાર્યના આશીર્વાદ લીધા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક જોરાભાઈ દેસાઈ જયારે સ્ટેજ સંચાલન નટુભાઈ ગુર્જરે કર્યું હતું. બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!