GODHARAGUJARATPANCHMAHAL

*ગોધરામાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે કાર્યવાહી કરવા અને ભક્તો ઉપર કરેલી ખોટી FIR રદ કરવા આવેદનપત્ર અપાયું

 

ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ના વડતાલ, ગઢડા અને જૂનાગઢ તાબા હેઠળના જે મંદિરોમાં જે ભાગવતી દીક્ષા લઈ સાધુ બને છે તેવા સાધુઓ ઉપર ભાવનગર એલ.આઈ.સી કંપની માં નોકરી કરતા વ્યક્તિ ને ધર્મની ગાદી ઉપર આચાર્ય તરીકે ઠોકી બેસાડ્યા પછી તેનો કોઈજ કંટ્રોલ કે ડર સાધુઓ ને ન રહેતા લંપટ સાધુઓ ડુપ્લીકેટ નોટ છાપવી , નાના નિર્દોષ બાળકો ઉપર સૃષ્ટિવિરુદ્ધ ના કૃત્યોકરવા અને નાની બાળકીઓ ઉપર બળાત્કાર કરવા તેમજ સ્ત્રીઓ સાથે ભોગવિલાસ ભોગવવા જેવી પ્રવૃતિઓ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહીછે તે સોશિયલ મીડિયા માં પણ વાઇરલ થઈ છે. અને સગીર છોકરી એ અને સ્ત્રીઓ એ ફરિયાદ કરી છે તે છતાંય આવા લંપટ સાધુઓ સામે વડતાલ મંદિર સત્તાધીશો કે બની બેઠેલા આચાર્ય કે ટ્રસ્ટીમંડળ કોઈજ પગલાં નથી લેવાતા ઉપર થી જે હરિભક્તો આ અંગે આવેદનપત્ર આપવા માટે જ્યારે જાયછે ત્યારે તેમના ઉપર ખોટી વાહિયાત FIR કરી ફરિયાદ નોંધાવીને હરિભક્તોનો અવાજ દબાવવા માટે નું ષડયંત્ર રચે છે …માટે આવા લંપટસાધુઓ ઉપર સરકાર તાત્કાલિક પગલા લે અને ભક્તો ઉપર કરેલી ફરિયાદ રદ કરે તેવી માંગણી સાથે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો આજે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી ને રજુઆત કરી હતી

Back to top button
error: Content is protected !!