HALOLPANCHMAHAL

હાલોલ રૂરલ પોલીસે ટીમ્બી ત્રણ રસ્તા પાસેથી ત્રણ ચોરીની મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૬.૨૦૨૪

પંચમહાલ જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબધિત અનડીકેટ ગુનાઓ ડિટેકટ કરવા આપેલ સૂચના ના આધારે હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ આર.એ.જાડેજા નાઓની સૂચના મુજબ મિલકત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલા ગુનાઓ શોધવા માટે હાલોલ રૂરલ પોલીસ મથકના પીએસઆઈ જે. ડી. તરાલ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ ટીમ્બી ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન બે ઈસમો ચોરીની મોટર સાયકલ સાથે પકડાતા તેઓની વધુ પૂછ પરછ કરતા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન,હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન તેમજ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીની ત્રણ મોટર સાયકલો સાથે રૂ.85,000 ના મુદ્દામાલ સાથે રાજકુમાર શંકરભાઈ રાઠવા તેમજ રણવીરસિંહ સુરપાલસિંહ ચોહાણ બન્ને રહે.નવાગામ બાંધેલી પાવાગઢ તા.હાલોલ નાઓને ઝડપી પાડી ત્રણ પોલીસ મથકના નોંધાયેલા મોટર સાયકલ નો ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં હાલોલ રૂરલ પોલીસે સફળતા મેળવી હતી.

Back to top button
error: Content is protected !!